અમદાવાદ : આજે 06 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ચંદ્ર મેષ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. તન મનનું સ્વાસ્થ્ય જળવાશે. કુટુંબીજનો સાથે સુંદર ભોજન લેવાનો તેમજ આનંદપૂર્વક સમય પસાર કરવાના યોગ ઉભા થાય. નાણાકીય બાબતોમાં ભવિષ્ય માટે સારું પ્લાનિંગ કરી શકો. એકંદરે આપની આવકમાં વૃદ્ધિ થશે. કલાકાર કસબીઓને તેમની કલાનું પ્રદર્શન કરવાની તક મળશે અને તેમની કદર થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. સ્ફૂર્તિલો પ્રસન્નતાભર્યો દિવસ રહે. આરોગ્ય સારું રહેતાં સુખ અને આનંદની અનુભૂતિ થાય. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉપહાર મળે. પ્રવાસ અને સ્વાદિષ્ટ ભોજન આપના દિવસને આહલાદક બનાવશે. આર્થિકલાભની શક્યતા છે. લગ્નજીવનનું શ્રેષ્ઠ સુખ માણી શકશો.
મિથુન: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજનો દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં ના હોવાથી દરેક વાતમાં સાવધાની રાખવી જરૂરી છે. કુટુંબના સભ્યો અને પુત્ર સાથે કોઇક કારણે અણબનાવ ટાળવા માટે દરેક સાથે ધીરજથી અને નિષ્પક્ષ રીતે વર્તન કરવું અને દરેકને પોતાની વાત શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરવો. મનમાં ઉગ્રતા અને આવેગ આવે તો તેને બહાર દેખાવાના બદલે દબાવવાનો પ્રયાસ કરવો. શરીર સ્વાસ્થ્યમાં વિશેષ કરીને આંખોમાં પીડા હોય તેમણે સાચવવું. આપની વાણી અને વ્યવહાર કોઇ સાથે ગેરસમજ ઉભી ન કરે તે જોવું. અકસ્માતથી સંભાળવું. વધુ પડતો ખર્ચ થાય. માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવામાં જ આપની ભલાઇ છે.
કર્ક: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ ઉત્સાહ અને આનંદમાં પસાર થશે. આપના વેપાર ધંધામાં ફાયદો થાય. આવકના સ્ત્રોતો વધે. ધનલાભ થાય. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદ અનુભવો. સ્ત્રી મિત્રો, પ્રિયતમાથી લાભ થાય. લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે લગ્નના યોગ સંભવે. શારીરિક- માનસિક આરોગ્ય સારું રહે. દોસ્તોની સંગાથે સુંદર મનોહર પર્યટન સ્થળની મુલાકાત થાય. પત્ની અને પુત્ર દ્વારા સુખશાંતિ મળે. નાણાકીય આયોજનો સારી રીતે કરી શકો.
સિંહ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપના કાર્ય ક્ષેત્રમાં આપનું વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકો. ઉપરી અધિકારીઓ આપની કામગીરીથી ખુશ રહે. આપ ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી કઠિન કામ પણ સુપેરે પાર પાડી શકો. સરકારને લગતા કાર્યોમાં સફળતા મળે. પિતા સાથે સુમેળભર્યા સંબંધો રહે અને તેમનાથી લાભ થાય. જમીન, વાહન, મિલકત વગેરે સંબંધી કામકાજો કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. ગૃહસ્થ જીવનમાં મીઠાશ રહે.
કન્યા: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજનો દિવસ એકંદરે સારો જાય. ધાર્મિક કાર્યો અને પ્રવાસ ધાર્મિક પ્રવાસ થવાની શક્યતા છે. મિત્રો સગાંસંબંધીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. સ્ત્રી મિત્રોથી લાભ થાય. વિદેશ જવા ઇચ્છતા લોકોને અનુકૂળ સંજોગો ઉભા થાય. પરદેશથી સ્નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. આર્થિક લાભ અને ભાઇબહેનોથી લાભ થાય.
તુલા: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે કોઇ સાથે ઝગડો, વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. ગુસ્સો ન કરવો તેમજ દરેક બાબતે વાણી અને વર્તન પર સંયમ રાખવો હિતાવહ છે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્તી સાચવવી. આકસ્મિક ધનલાભ થાય. રહસ્યમય બાતો અને ગૂઢ વિદ્યા તરફ આકર્ષણ અનુભવો. ઉંડી ચિંતનશક્તિ દ્વારા માનસિક શાંતિ મેળવી શકશો. અદાલતી કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવી.
વૃશ્ચિક: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. પ્રેમીજનોને રોમાન્સ માટે વર્તમાન સમય અનુકૂળ છે. દોસ્તો સાથે પાર્ટી, પિકનિક, મોજમજા અને મનોરંજનમાં આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર કરો. સારું ભોજન, સુંદર વસ્ત્રો, વાહન સુખ પ્રાપ્ત થાય. વિજાતીય વ્યક્તિઓથી મુલાકાત થાય. આપની માનપ્રતિષ્ઠામાં વધારો થાય. લગ્નસુખ ભરપૂર માણી શકો.
ધન: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપના માટે આર્થિક લાભનો દિવસ હોવાનું જણાવવામાં આવે છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. જે આપના મનને આનંદિત રાખશે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ અને સહકાર્યકરોનો સહકાર મળે. કાર્યમાં સફળતા તથા યશ મળે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. હાથ નીચેના માણસોનો સહકાર મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સારા સમાચાર મળે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળે. વાણી પર કાબૂ રાખવો. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.
મકર: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપનું મન ચિંતા અને દ્વિઘાના આટાપાટામાં અટવાયેલું રહેશે. આવી પરિસ્થિતિમાં આપ કોઇપણ કાર્યમાં ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો તેથી આજે મહત્ત્વના કામ અંગે નિર્ણય લેવાનો મોકુફ રાખવો. આજે નસીબનો સાથ ઓછો મળતો હોય તેવું મનોમન લાગ્યા કરે તેમજ સંતાનોના આરોગ્યમાં પણ વધારે ધ્યાન આપવું પડશે. ઘરમાં વડીલ વર્ગની તબિયત નાજૂક રહેવાની શક્યતા હોવાથી તેમના માટે પણ સમય ફાળવજો. ઓફિસમાં ઉપરી અધિકારીઓની નારાજગીથી બચવા કામમાં સચોટ રહેવું. ખોટો ખર્ચ થઈ શકે છે. સંતાનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે શાંતિથી બેસીની ચર્ચા કરવી.
કુંભ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપના સ્વભાવમાં વધુ પડતી લાગણીશીલતા આવે અને તેના કારણે માનસિક રીતે થોડીક બેચેની અને વ્યગ્રતા અનુભવો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. સ્ત્રીઓને આભૂષણો, વસ્ત્રો, સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય. માતાથી લાભ થાય. જમીન, મકાન, વાહન વગેરેના સોદા કરતી વખતે ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. સ્વભાવમાં જિદ્દીપણું ટાળવું, જાહેરમાં સ્વમાનભંગ ન થાય તેનું ધ્યાન રાખવું.
મીન: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભફળદાયી રહેશે. આપની સર્જનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. વૈચારિક સ્થિરતાના કારણે આપના કામ આજે સારી રીતે પાર પાડી શકો. મહત્ત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ શુભ છે. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર થાય. મિત્રોના સંગાથે નાનકડી મુસાફરી અથવા પર્યટનનું સફળ આયોજન થાય. ભાઇભાંડુઓથી લાભ થાય. કાર્યમાં સફળતા મળે. કોઇક સાથે લાગણીના સંબંધથી બંધાઓ. જાહેર માન- સન્માન મળે. પ્રતિસ્પર્ધી પર વિજય મેળવી શકો.