જુનાગઢ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ વર્ષના શાસન બાદ હવે ફરી એક વખત 16 તારીખે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે ત્યારે પાછલા પાંચ વર્ષ દરમિયાન જૂનાગઢ શહેરને ધીરુભાઈ ગોહિલ અને ગીતાબેન પરમારના રૂપમાં બે મેયર આપવાનુ બહુમાન વોર્ડ નંબર 9ને મળે છે, પરંતુ આ વોર્ડમાં આજે પણ બે મેયર મળવા હોવા છતાં પણ વિકાસના કામોને લઈને જોઈએ તેટલું કામ થયું નથી, તેનો વશવસો અને દુઃખ વોર્ડ નંબર 9ના મતદારો વ્યક્ત કરે છે.
2 મેયર આપનાર વોર્ડનું રિયાલિટી ચેક: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત 31 જુલાઈ 2014 ના દિવસે પૂર્ણ થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. પાછલા પુરા થયેલા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન જૂનાગઢના વોર્ડ નંબર 9 ના બે નગરસેવક ધીરુભાઈ ગોહિલ અને ગીતાબેન પરમાર મેયર બનવામાં સફળ રહ્યા હતા. વોર્ડ નંબર 9 જૂનાગઢને બે મેયર આપવાને લઈને જેટલો નસીબવંતો પુરવાર થયો છે. બિલકુલ તેની વિરુદ્ધ નવ નંબરના વોર્ડમાં સુવિધાઓ આપવાને લઈને સત્તાધીશો આટલા જ વામણા પુરવાર થયા છે. વોર્ડ નંબર 9માં રહેતા શહેરીજનો આજે પણ પ્રાથમિક જરૂરિયાત પાછલા પાંચ વર્ષથી જેમની તેમ ઉભી છે, અનેકવાર સત્તાધને રજૂઆત કરવા છતાં પણ આજ સુધી પાયાની જરૂરિયાત કહી શકાય તેવી રોડ રસ્તા ગટર અને પાણીની વ્યવસ્થા ચૂંટાયેલા સતાધીશો અપાવવામાં નિષ્ફળ રહ્યા છે, જેનો દુઃખ સાથે વસવસો પણ વ્યક્ત કરી રહ્યા છે.
સરકારે આપી છે વિકાસની અનેક ગ્રાન્ટ: રાજ્ય સરકાર દ્વારા પાછલા પાંચ વર્ષમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાની વિકાસની ગ્રાન્ટ આપી છે. આટલા રૂપિયામાંથી જૂનાગઢ શહેર સોનાનું શહેર બની જાય તેવી સ્થિતિ પણ સર્જી શકાય તેમ હતી તેમ છતાં સત્તાધીશો એ માત્ર સત્તાના મોહમાં રહીને જૂનાગઢ શહેરને વિકાસની દિશામાં આગળ વધારવાને બદલે એકદમ પાછળ રાખી દીધુ છે તેનો વસવસો પણ વોર્ડ નંબર નવના મતદારો વ્યક્ત કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા સફાઈ સ્ટ્રીટ લાઈટ રોડ ગટર અને પીવાનું પાણી આ પાંચ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે પાંચ વર્ષનો સમય જાણે કે, ખૂબ ઓછો પડ્યો હોય તેમ વોર્ડ નંબર નવમાં મોટાભાગના કામો આજે પણ પડતર જોવા મળે છે. જેને લઈને પાછલા પાંચ વર્ષમાં 9 નંબર વોર્ડના રહેશો અનેક મુશ્કેલીમાંથી પસાર પણ થયા છે.
ચૂંટણી સમયે દેખાય છે પક્ષો: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઢોલ ઢબૂકવા માંડે, ત્યારે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અપક્ષ સહિત તમામ રાજકીય પક્ષીઓના કાર્યકરો અને નેતાઓ વોર્ડમાં મતદાન ના દિવસ સુધી ફરકતા જોવા મળે છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ જે તે વિસ્તારમાંથી ચૂંટાયેલો લોક પ્રતિનિધિ લોકોની સમસ્યા દૂર કરવાને લઈને ક્યારેય રસ દાખવતા નથી, જેને કારણે પાંચ વર્ષ પૂર્વેની સમસ્યા આજે પણ પડતર જોવા મળે છે કે, જેને કારણે મતદારોમાં ભારે રોષ પણ જોવા મળે છે.
આ પણ વાંચો: