Tribal convention in Tapi: વ્યારામાં આદિવાસી સંમેલન યોજાયું - Tribal convention in Tapi
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે દરેક પક્ષના લોકો વિવિધ સમાજને આકર્ષાવાને માટેની કામગીરીમાં જોતરાઈ ગયા છે. આ વચ્ચે આદિવાસી સમાજને આકર્ષાવાને માટે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા (Gujarat Tribal Front )તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના( Bharatiya Janata Party)આદિવાસી મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં આદિવાસી સંમેલન(Tribal convention in Tapi) યોજવામાં આવ્યું હતું. આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું આદિવાસી સંમેલન (Tribal convention of Bharatiya Janata Party)વ્યારામાં યોજાયું હતું. જેમાં ભાજપ આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉરાંવ(Samir Urava), ગુજરાત પ્રદેશ બીજેપીના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવા, સંસદસભ્યો સહિતના બીજેપી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપના રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના અધ્યક્ષ સમીર ઉરાંવનું તાપી નર્મદા લિંક યોજના મુદ્દે નિવેદન હતું કે લોકહિત કે વિકાસ માટે કોઈ યોજના આવે છે ત્યારે જમીનનું અધિગ્રહણ થાય છે. ગામડાના લોકો જમીન આપે જ છે અને આવી અનેક યોજનાથી લોકો લાભ મેળવે છે. વિરોધી પક્ષના નેતા જનજાતિ સમુદાયને ભડકાવવાનું કાર્ય કરે છે. વિરોધીઓનું પોલિટિક્સ પ્રેશર પોલિટિક્સ છે. જે વિકાસને આગળ વધારવાનું નહીં પણ વિકાસને રૂંધવાનું કાર્ય કરી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતના તાપી ડાંગ સહિતના જિલ્લામાં આ પરિયોજનાને લઈ વિરોધ થઇ રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST