હાઈવે પર ખાડાના કારણે યુવાનનું મોત, છતાં તંત્રએ નહીં પણ સ્થાનિકોએ પૂર્યા ખાડા - RAINS DAMAGE ROADS
🎬 Watch Now: Feature Video
નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર પડેલા ખાડાઓના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમ છતાં તંત્રના પેટનું પાણી ન હલતા આખરે સ્થાનિકોએ તાત્કાલિક અહીંના ખાડા પૂર્યા હતા. દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું. તેના કારણે અહીંના મોટા ભાગના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા હતા. ત્યારે વલસાડથી નેશનલ હાઈવે નંબર 48 પર હોન્ડગામ નજીક એક યુવાન પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની બાઈક ખાડામાં પટકાઈ હતી ને તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ત્યારબાદ ઘટનાસ્થળે તેનું મોત થયું હતું. accident in navsari, National Highway No 48, young man dies in motorcycle accident, Heavy Rain in South Gujarat, RAINS DAMAGE ROADS.