બનાસકાંઠા: વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધીરે ધીરે જાણે શિક્ષણની જ્યોત ઝળહળતી રહી છે, તેવી જ રીતે છેવાડા ગામના નવયુવાનો રમત - ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. વિશ્વમાં આમ તો અનેક પ્રકારની રમતો રમાય છે જેમાંની લેક્રોસ પણ એક વિશિષ્ટ પ્રકારની રમત છે. ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના હરિપુરા ગામના મશરૂ હેમાણી 'લેક્રોસ ઓકિનાવા ચેમ્પિયનશિપ 2025' માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આ ગેમ આમ તો મૂળ ઉત્તર અમેરિકાની છે. 12 મી સદીથી રમાતી આ ગેમ ખાસ કરીને ઉત્તર અમેરિકા ના મૂળ નિવાસીઓ ઘણા વર્ષોથી રમે છે અને ઓલમ્પિક રમતમાં પણ તેનો સમાવેશ કર્યો છે. 19મી સદીમાં કેનેડામાં આ રમતને આધુનિક બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ.આજકાલ લેક્રોસ યુ.એસ., કેનેડા અને અન્ય ઘણા દેશોમાં લોકપ્રિય બની ગઈ છે.

તમને જાણવી દઈએ કે, ભારતમાં પ્રથમવાર 2036 માં ઓલમ્પિક ગેમનું આયોજન થવાનું છે. મશરૂભાઈ અને સમગ્ર ટીમ ગત તારીખ 19 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજના સમયે પાંચ વાગ્યે જાપાન ખાતે પહોંચી ગયા હતા તેમનું જાપાનની સરકાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

લેક્રોસ ઓકિનાવા ચેમ્પિયનશિપ 2025 ઓપન ટુર્નામેન્ટ જાપાન દેશના ઓકિનાવા સિટી ખાતે તારીખ 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન રમાઈ રહી છે. જેમાં 20 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમનો જાપાન સામે અને અમેરિકાનો કોરિયા ટીમ સામે મુકાબલો થયો હતો.

ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે કે, ભારતીય ટીમ સેમીફાઈનલ માટે કોલિફાઇ કરી લીધું છે. બનાસકાંઠાના હરીપુરા ગામના મશરૂ હેમાણીએ આ મેચમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ ટુર્નામેન્ટ 23 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મશરૂ હેમાણી તરફથી સૌને આશા રહેશે કે તેઓ જાપાનમાં ભારતીય ટીમ તરફ થી સારું પ્રદર્શન કરી ગુજરાતનું અને દેશનું નામ રોશન કરે.
આ પણ વાંચો: