કરાચી: અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ત્રીજી મેચ આજે પાકિસ્તાનમાં રમાશે. ગ્રુપ બીની આ પ્રથમ મેચ છે, જેમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશીપ ટેમ્બા બાવુમા કરશે અને અફઘાનિસ્તાનની કેપ્ટનશીપ હશમતુલ્લાહ શાહિદી કરશે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તા પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહ્યું છે.
બંને ટીમ વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ:
ODI ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે માત્ર 5 મેચ રમાઈ છે. અફઘાનિસ્તાને પણ આ મેચોમાં જોરદાર લડત આપી અને બે વખત જીત મેળવી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ અફઘાન ટીમને ત્રણ વખત હરાવ્યું છે. અત્યાર સુધી તેમની વચ્ચેની તમામ મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાતી હતી અને આજની મેચ પણ ન્યુટ્રલ વેન્યુ એટલે કે કરાચી, પાકિસ્તાનમાં યોજાવાની છે.
Toss 🪙:
— Proteas Men (@ProteasMenCSA) February 21, 2025
🇿🇦 South Africa won the toss and have elected to BAT first 🏏.
Here's a look at our playing 11 for this first game.#WozaNawe #BePartOfIt #ChampionsTrophy #AFGvSA pic.twitter.com/fCA35UxS6Q
અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી ODI મેચ 22 સપ્ટેમ્બર 2024 ના રોજ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. તે મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 34 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમે એઈડન માર્કરામની અણનમ 69 રનની ઇનિંગના આધારે 33 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને 7 વિકેટે જીત મેળવી હતી. આજે બંને ટીમો લગભગ 5 મહિના પછી ફરી એક વાર આમને-સામને આવવાની છે.
પિચ રિપોર્ટ:
આજે જ્યારે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા ગ્રૂપ બીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચ રમશે ત્યારે તેમની નજર માત્ર જીત પર હશે જેથી તેઓ મજબૂત શરૂઆત કરી શકે. તેમની વચ્ચેની મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે જ્યાં પિચ એકદમ સપાટ છે અને અહીં બેટ્સમેનો હંમેશા રન બનાવી રહ્યા છે. જોકે, આ વખતે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં આ મેદાન પર પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ આમને-સામને હતા ત્યારે પિચની હાલત થોડી બદલાયેલી જોવા મળી હતી. રન બનાવ્યા હતા પરંતુ તે જ સમયે યજમાન પાકિસ્તાને 321 રનના મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે 160 બોલમાં કોઈ રન બનાવ્યા ન હતા.
પાકિસ્તાન જ્યારે બેટિંગ કરવા ઉતર્યું ત્યારે ન્યૂઝીલેન્ડના ઝડપી બોલરો અને સ્પિનરોનું એટલુ પ્રભુત્વ હતું કે આખી ટીમ 47.2 ઓવરમાં 260 રનમાં સમેટાઈ ગઈ હતી, પરિણામે ન્યૂઝીલેન્ડ 60 રનથી જીતી ગયું હતું. આવી સ્થિતિમાં, એવી આશા રાખી શકાય છે કે બંને ઇનિંગ્સ સહિત મેચમાં કુલ 500 રનને પાર કરી શકે છે, પરંતુ બોલરો પણ હવે બાજુ પર રહેશે નહીં. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 247 રન છે, જ્યારે આ મેદાન પર સૌથી વધુ ODI સ્કોર 374 રન છે જે ભારતે 2008માં હાંસલ કર્યો હતો.
🚨 STARTING XI! 🚨
— Afghanistan Cricket Board (@ACBofficials) February 21, 2025
Here's our Starting XI for our maiden outing at the ICC #ChampionsTrophy against South Africa. 👍
Go well, Atalano! 🤩#AfghanAtalan | #AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/UgPRLEPanS
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025, અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા લાઇવ સ્ટ્રીમિંગ સંપૂર્ણ વિગતો
- અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શુક્રવારે 21 ફેબ્રુઆરીએ રમાશે.
- અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે.
- અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. ટોસ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે થશે.
- અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક તેમજ Sports18 ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત JioHotstar વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર ફ્રી માં તમે લાઇવ મેચ નિહાળી શકો છો.
Afghanistan lock horns with South Africa in their first-ever #ChampionsTrophy contest 👊
— ICC (@ICC) February 21, 2025
Temba Bavuma wins the toss and opts to bat first 🪙
LIVE UPDATES ⬇️https://t.co/2uWFh6NxTk
બંને ટીમની પ્લેઈંગ 11:
અફઘાનિસ્તાન : હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, રહમત શાહ, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, રાશિદ ખાન, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી,
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), રીકેલટન, કેશવ મહારાજ, વાન ડેર ડુસેન, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટોની ડી જોર્જી, વિઆન મલ્ડર, લુંગી એનગિડી, કાગીસો રબાડા, અને યાનસન
આ પણ વાંચો: