વલસાડ: ઓઝર ગામમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો - વલસાડ ગ્રામ્ય પોલીસ
🎬 Watch Now: Feature Video
વલસાડ: શહેર નજીકમાં આવેલા ઓઝર ગામનો એક યુવક ઘરેથી નોકરીએ જવાનું કહી પોતાની બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ રવિવાર સવારે તેનો મૃતદેહ ગામની જ એક આંબાવાડીમાં ગળે ફાંસો ખાધેલા હાલતમાં મળી આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા વલસાડ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.