નવી દિલ્હી: ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી ઈન્સ્ટામાર્ટ તેની ઝડપી ડિલિવરી અને સુવિધાનજનક સેવાઓ માટે જાણીતું છે. પરંતુ તાજેતરમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક યુઝર્સ એ કંપનીને 'ગર્લફ્રેન્ડને ડિલીવર' કરવાનું કહ્યું. સ્વિગી ઈન્સ્ટામાર્ટે પણ તેનો એવો રમૂજી જવાબ આપ્યો, કે તે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
સ્વિગી વપરાશકર્તાની વિનંતી
એક X યુઝરે નવા વર્ષ 2025ને આવકારતી વખતે ગર્લફ્રેન્ડ સાથે પાર્ટી કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. યૂઝરના આ રમૂજી ટ્વિટે સ્વિગી ઈન્સ્ટામાર્ટે પણ આ ફની ટ્વિટનો જવાબ આપવામાં સમય બગાડ્યો નહીં. બ્રાન્ડે તુરંત જવાબ આપતા યુઝરને સ્પષ્ટ કહ્યું કે આવી સેવાઓ તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.
સ્વિગી ઇન્સ્ટામાર્ટનો ધાકડ જવાબ
કંપનીએ ગુસ્સાવાળી ઇમોજી સાથે જવાબ આપ્યો, 'આ બધું અહીં ઉપલબ્ધ નથી.' જોકે, કંપની એક્સ યુઝરનો મૂડ બગાડવા માંગતી ન હતી. તેથી, ગર્લફ્રેન્ડ શોધવાને બદલે, તેણે કરિયાણાની ડિલિવરી એપ પર લોલીપોપ ઓર્ડર કરવાનું સૂચન કર્યું. કંપનીએ લખ્યું, "ચાલો, મોડી રાતની ફી હટાવી દેવામાં આવી છે. એક લોલીપોપ જ ઓર્ડર કરી દો"
ye sab yaha nahi milta 😤 par lo chalo late night fee hata di hai, ek lollipop order karlo 🥰 https://t.co/HMrSvqGseg
— Swiggy Instamart (@SwiggyInstamart) December 31, 2024
સોશિયલ મીડિયા પર વાયરલ
સ્વિગી ઈન્સ્ટામાર્ટનો આ ફની જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો કંપનીના આ મજેદાર અને રમુજી પ્રતિભાવના વખાણ કરી રહ્યા છે. આના પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે અને આ રમુજી ઘટનાને મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહી છે.
સ્વિગી ઇન્સ્ટામાર્ટ ગ્રાહકો સાથે જોડાણ
આવું પહેલીવાર નથી કે, જ્યારે સ્વિગી ઈન્સ્ટામાર્ટે સોશિયલ મીડિયા પર તેની ફની પ્રતિક્રિયાઓ દ્વારા લોકોનું ધ્યાન ખેંચ્યું હોય. કંપની ઘણીવાર તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રમુજી અને સંબંધિત સામગ્રી શેર કરે છે, જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આવા મજેદાર જવાબો દ્વારા, કંપની તેના ગ્રાહકો સાથે એક અનોખું કનેક્શન જાળવી રાખવામાં સફળ થાય છે.