સાથી કામદારની મજાક કરવી ભારે પડી, ન કરવાનું કરી નાંખ્યું - થાણે પોલીસ સ્ટેશન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 6, 2022, 6:23 PM IST

થાણે: ગુરુવારે રાત્રે મહારાષ્ટ્રના અંબરનાથ શહેરના વડોલ ગામ વિસ્તારની એક કંપનીમાં એક કામદાર કામ કરવા આવ્યો હતો. શુક્રવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ આ કામદાર કંપનીમાં મશીન (Worker Works on Machine) પર કામ કરી રહ્યો હતો. તે સમયે તેનો એક સાથી કાર્યકર મિત્ર ત્યાં આવ્યો. તેણે મજાકના રૂપમાં કામદારના ગુદામાં હવાની હાઈ (Air Pressure Pump penetration) પ્રેશર પાઈપ નાખી દીધો હતો. જોકે, સાથી કામદારને આવી મજાક કરવી ભારે પડી હતી. આ કારણે, કામદારના આંતરડામાં દબાણ ઊભું થયું હતું. એર પ્રેશરને કારણે તે પોતાની જગ્યા પર જ પડી ગયો હતો. આ સમગ્ર ઘટના કંપનીમાં રહેલા એક CCTVમાં કેદ (Company CCTV Footage) થઈ ગઈ હતી. પછી કામદારને તાત્કાલિક ધોરણે સારવાર હેતું હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન, ડૉક્ટરે કહ્યું છે કે કામદારની હાલત નાજુક છે અને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે. ઈજાગ્રસ્ત કામદારના પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા છે. આ ટીખળ કરનાર કાર્યકર સામે પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ મામલે અંબરનાથ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. આવા પ્રકારની મજાક ક્યારેક મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.