વ્યારા માંડવી રોડ પર આવેલ ફાટક પાસે ઓવરબ્રિજનું કામ 7 વર્ષથી બંધ, ધારાસભ્ય દ્વારા આંદોલન કરવાની ચીમકી - Work On Overbridge Stopped Near Gate Of Vyara Mandvi Road
🎬 Watch Now: Feature Video
ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યારાના તાડકુવા નજીકથી પસાર થતા વ્યારા માંડવી રોડ પર આવેલ ફાટક પાસે ઓવરબ્રિજનું કામ શરૂ કર્યું હતું. જે કામ છેલ્લા 7 વર્ષથી બંધ હાલતમાં રહેતા સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહેલી તકે કામ શરૂ કરવામાં આવે અને સ્થાનિકોને આ સમસ્યામાંથી મુક્ત કરવામાં આવે એવી માગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય પુનાજી ગામીત દ્વારા વારંવાર સાંસદ સભ્ય તેમજ રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે.