ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ બપોર પછી નવા કાર્યની શરૂઆત કરવાનું મુલતવી રાખજો - AAJNU RASHIFAL

આજે ચંદ્ર વૃષભ રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2025, 12:05 AM IST

અમદાવાદ : આજે 08 ફેબ્રુઆરી, શનિવારના રોજ ચંદ્ર વૃષભ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વિતિય ભાવમાં ભ્રમણ કરશે. દિવસની શરૂઆતમાં આપને માનસિક દ્વિધા જેવું લાગશે પરંતુ ટૂંક સમયમાં જ આ સ્થિતિ દૂર થતા મહત્વના નિર્ણયો અને ચર્ચામાં ભાગ લઈ શકશો. આપે જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું તેવી સલાહ છે. આપ મધુરવાણીથી કોઇકને મનાવી શકશો. નવા કામનો પ્રારંભ શક્ય હોય તો ટાળવો અથવા સાવધાની રાખવી. બપોર પછી આપના ઉત્‍સાહમાં અચાનક વધારો થતાં જણાશે અને મન પ્રફુલ્લિત બને. પરિવારજનો સાથેની સંવાદિતા વધે. પ્રવાસની શક્યતા વધે. નાણાકીય બાબતોનું આયોજન કરી શકો.

વૃષભ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયક રહેશે. દિવસની શરૂઆતમાં શારીરિક અને માનસિક રીતે ચુસ્‍તી અને સ્‍ફૂર્તિ લાગે. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓમાં વધારો થશે. ઉત્‍સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. પરંતુ મધ્‍યાહન બાદ આપનું માનસિક વલણ થોડું દ્વ‍િધાયુક્ત બનશે. તેથી વિચાર વંટોળમાં ખોવાયેલા રહેશો. અગત્‍યના નિર્ણયો આ સમયે ન લેવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપને દરેક બાબતે ધીરજ અને શાંતિથી કામ લેવાની સલાહ છે. ઘરમાં કુટુંબીજનો સાથે સહકારની ભાવના વધારવી અને દરેકને આદર આપવો. શરૂ કરેલા કાર્યો પરિપૂર્ણ થશે પરંતુ વધુ પરિશ્રમની તૈયારી રાખવી પડશે. શારીરિક- માનસિક ટાળવા માટે તમે મેડિટેશનનો સહારો લઈ શકો છો. પરંતુ બપોર પછી આપનામાં કામ કરવાન ઉત્‍સાહ જણાશે. પરિવાર ક્ષેત્રે પણ અનુકૂળ વાતાવરણ સર્જાય. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર કરી શકશો. આપનામાં આત્‍મવિશ્વાસનું સિંચન થશે. મનોરંજન પાછળ ખર્ચ થાય.

કર્ક: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. વેપારધંધામાં વૃદ્ધિ અને આર્થિક લાભ થવાનો યોગ છે. સુંદર રમણીય સ્‍થળે પર્યટનનું આયોજન થાય. દાંપત્‍યજીવનની શ્રેષ્‍ઠ પળો આપ માણી શકશો. પરંતુ મધ્‍યાહન બાદ આપનું શારીરિક અને માનસિક રીતો થોડી સુસ્તિ અથવા આળસ આવી શકે છે. પરિવારના સભ્‍યો સાથે કોઇ કારણસર મતભેદ થાય તો શક્ય હોય એટલી સમાધાનકારી નીતિ અપનાવીને વાત ઉકેલવાનો પ્રયાસ કરવો. અચાનક કોઇ કારણસર ખર્ચની શક્યતા વધશે માટે આર્થિક બાબતે પૂર્વતૈયારી રાખવાની સલાહ છે. કામકાજમાં અને રસ્તા પર ધીરજ રાખશો તો આકસ્મિક ઈજાથી બચી શકશો.

સિંહ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધુરાં કાર્યો પૂરાં થાય. મિત્રો, સગાંસ્‍નેહીઓ પાસેથી ભેટ ઉપહાર મળે. જેથી આનંદ થાય. વેપાર ક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણથી લાભ થાય. કુટુંબ અને મિત્રો સાથે આનંદ માણશો. આવકમાં વૃદ્ધિના યોગ છે. નાનકડી પણ આનંદદાયક મુસાફરી થાય. જીવનસાથી સાથે સુખ સંતોષની લાગણી અનુભવશો.

કન્યા: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. વેપારીઓ તેમના વ્‍યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકશે. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં સંભાળવું. દૂર વસતા સ્‍નેહીઓના સમાચાર મળે. મધ્‍યાહન પછી ઓફિસમાં ઉપરી અધિકારીઓન સાથ સહકાર મળે. સરકારી લાભ માટે ગૃહસ્‍થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવશો. નોકરીયાતોને પદોન્‍નતિથી લાભ થાય. માન- સન્‍માનથી મન પ્રસનન રહે.

તુલા: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. વધુ પડતા કામના બોજથી તમે માનસિક બેચેની અનુભવો તેવી સંભાવના હોવાથી ગજા બહારનું કામ લેવું નહીં તેમજ કામની વહેંચણી કરવાનું પણ શીખવું પડશે. નિર્ધારિત સમયમાં આપનું કાર્ય પૂરું કરવા માટે જરૂર જણાય ત્યાં બીજાની મદદ લેવી. પાચનમાં હળવો હોય તેવો ખોરાક લેવો. પ્રવાસમાં વિઘ્નોથી બચવા માટે પૂર્વાયોજન કરવાની સલાહ છે. મધ્‍યાહન પછી દૂર વસતા સગાં સ્‍નેહીઓના સમાચાર મળવાથી આપને આનંદ વિભોર કરશે. નવા કાર્યની શરૂઆત કરવાનો ઉત્‍સાહ આવે. પરદેશગમન માટેના સંજોગો ઉભા થાય. વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.

વૃશ્ચિક: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપ દાંપત્‍યજીવનને વિશેષ માણી શકશો અને તેના સુખનો અનુભવ કરી શકશો. પરિવાર સાથે સામાજિક મેળાવડામાં ભાગ લો. ટૂંકી મુસાફરીનો યોગ છે. બપોર પછી આપની તબિયતની કાળજી લેવી પડશે. વધુ પડતા વિચારોમાં અટવાશો તો માનસિક રીતે વ્‍યગ્રતા થઈ શકે છે. બપોર પછી નવા કાર્યની શરૂઆત કરવાનું મુલતવી રાખજો. પ્રવાસનું આયોજન કરો તો તેમાં કેટલીક સાવચેતીઓ રાખવી પડશે. સમયસર ભોજન લેવાની સલાહ છે. યોગ અને ધ્‍યાનથી માનસિક શાંતિ મેળવી શકશો.

ધન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ શુભફળદાયી હશે. શરીર અને મનની સ્‍વસ્‍થતાની સાથે સાથે જ આપ વ્‍યવસ્થિત રીતે આપના કાર્યો પૂરા કરી શકશો. આર્થિક આયોજન પણ ખૂબ સારી રીતે થઇ શકે. ઓફિસમાં સાથે કામ કરનારા કર્મચારીઓનો સહકાર મળશે. પરિવારજનો અને મિત્રો સાથેની ઘનિષ્‍ઠતા વધે. દાંપત્‍યજીવન આનંદદાયક રહે. જાહેર જીવનમાં સફળતા મળે. વેપારીઓ વ્‍યાપારમાં વૃદ્ધિ કરી શકશે. સામાજિક જીવનમાં યશકી‍ર્તિ મળે.

મકર: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે. વિચારોની વિશાળતા અને વાક્ચાતુર્યથી આપ અન્‍યને પ્રભાવિત કરી શકશો. આપની વાણીનો મધુરતાથી આપ નવા સંબંધો બાંધી શકશો. આર્થિક આયોજન સારી રીતે કરી શકો. તબિયત સંભાળવી. સામાન્‍ય રીતે દિવસ આનંદમાં પસાર થાય, નોકરીમાં સહકર્મચારીઓનો સહકાર મળે. બપોર પછી બીમાર વ્‍યક્તિને તબિયતમાં સુધારો જણાય અધુરાં કાર્યો પૂરા થશે.

કુંભ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે. વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો હોવાનું જણાઈ રહ્યું છે. સરકારથી તેમજ પિતાથી લાભ થાય. આપનું મનોબળ મક્કમ રહે. કાર્યોમાં સફળતા મળે. વાદવિવાદમાં સફળતા મળે. સ્‍ત્રીવર્ગ પાછળ ધનખર્ચ થાય. પાચનતંત્રમાં તકલીફ થવાની શક્યતા છે. તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચન લેખનમાં આપની અભિરૂચિ વધશે. નાણાંનું વ્‍યવસ્થિત આયોજન કરી શકશો.

મીન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર તૃતીય ભાવમાં ભ્રમણ કરશે. આજે આપ કલ્‍પનાના જગતાં વિહાર કરશો. આપની સર્જનશક્તિને યોગ્‍ય દિશા મળશે. આપનું મન લાગણીથી આર્દ્ર બનશે. પરિવાર, મિત્રો સાથે સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું થાય. રોજિંદા કાર્યો ભરપૂર આત્‍મવિશ્વાસ અને મક્કમ મનથી પાર પાડશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સંતાનો માટે સમય સારો હોવાનું જણાઈ રહ્યું છે. પિતૃપક્ષ તરફથી લાભ થાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.