ખેડા: પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા બાબતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વખતો વખત આંદોલનને લઈ થયેલા કેસો પાછા ખેંચાતા ગયા છે. હવે માત્ર ચાર કેસ જ બાકી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયે ભાગતોડ એ કોઈ ચોક્કસ કારણથી નહોતી કરવામાં આવી. જે તે સમયે આંદોલનકારીઓ સાથે સરકારે બેઠક પણ કરી હતી. સમગ્ર ઘટનાની સમીક્ષા કરી ત્યારે સરકારને ખબર પડી કે, આમાં જે લોકો ન હોય તેવાના પણ નામ આવી ગયા છે.
હવે માત્ર ચાર કેસ જ બાકી રહ્યા છે: ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે. હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે. દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે. પરંતુ યોગ્ય રીતે અને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો પરત ખેંચ્યા છે. આક્ષેપ થાય છે, પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાટની અંદર જે ભાંગતોડ થઈ હતી એ કોઈ ચોક્કસ હેતુસર નહોતી થઈ. એના કારણે સરકારે સમીક્ષા કરીને આ તમામ કેસો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો.
સમગ્ર ઘટનાની સમીક્ષા કરતા માલૂમ પડ્યું કે... જે વખતે આંદોલનકારીઓ સાથે વાત થઈ એમની પણ એક રજૂઆત હતી. બધાએ લાગણીમાં આવી ક્યાંક નાની મોટી ભાંગતોડ થઈ. ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યાં હોય એવુ પણ માલૂમ પડ્યું. સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલૂમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે. ન્યાયનો મૂળભૂત સિદ્ધાંત છે કે, એક ગુનેગારને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. ભારતીય ન્યાય સંહિતા 360 પ્રમાણે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે, તો 360 પ્રમાણે કેસો પરત ખેંચ્યા છે ને આગળની કાર્યવાહી હવે થશે.
આ પણ વાંચો: