વડતાલ સ્વામિનારાયણના ત્રણ સ્વામીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ - જૂઓ વિડીયો...
🎬 Watch Now: Feature Video
ખેડા: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ વડતાલ ધામમાં એક તરુણ પાર્ષદ પર મંદિરના સંત દ્વારા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવા મામલે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પાર્ષદ દ્વારા મંદિરના સંતે આચરેલા કૃત્ય બાબતે મંદિરના ચેરમેન તેમજ કોઠારી સ્વામીને રજુઆત કરવામાં આવતા તેઓએ પાર્ષદને ચૂપ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં ભોગ બનનાર પાર્ષદે તેના પિતાને જાણ કરી હતી. જેને લઇને કૃત્ય આચરનાર સંત સહિત પાર્ષદની રજૂઆત બાદ પણ કોઇ પગલાં ન ભરનાર ચેરમેન અને કોઠારી સ્વામી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.