ટ્રેક્ટર ટ્રોલીમાં 70 લોકો દર્શન કરવા જતા હતા, પાછળથી કાળનીને આવ્યું કન્ટેનર - Tractor Trolley Accident
🎬 Watch Now: Feature Video
રુદ્રપુરઃ 28 ઓગસ્ટે ગુરુદ્વારામાં દર્શન કરવા જઈ રહેલા 70 શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર-ટ્રોલીમાં બેસીને દર્શન કરવા જતા હતા એ સમયે જીવલેણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મૃત્યું થયા છે. જ્યારે 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તંત્રએ એવો ખુલાસો કર્યો છે કે, અકસ્માત થયો ત્યારે કુલ 70 શ્રદ્ધાળુઓ ટ્રોલીમાં બેઠા હતા. કિછા-સિતારગંજ હાઈવે પર થતા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં એક કેન્ટર ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ રહ્યું છે. તંત્રના રીપોર્ટમાં જણાવાયું છે કે દુર્ઘટના સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં 70 શ્રદ્ધાળુઓ બેઠા હતા, જેમાંથી 6 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે 45 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 19 યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ થઈ છે. અથડામણ થતાંની સાથે જ ભક્તોથી ભરેલી ટ્રોલી પલટી ગઈ અને કેટલાક લોકો ટ્રોલીમાંથી નીચે પડતાં જોવા મળે છે. આ અકસ્માતમાં ત્રણ બાળકોના પણ મૃત્યું નીપજ્યા છે. Tractor Trolley Accident, Uttrakhand national Highway, CCTV Footage Fatal Accident, Sirsa Border Uttrakhand,