મિર્ઝાપુરઃ જિલ્લાના જમાલપુરના એક પરિવારમાં 32 વર્ષ બાદ ખુશીનો માહોલ છવાયો છે. 32 વર્ષથી રાહ જોઈ રહેલી એક વૃદ્ધ માતાને આખરે તેમનો દીકરો મળી ગયો છે. જ્યારે પત્નીનો પતિ સાથે મેળાપ થયો છે. ઘરમાં ખુશીની ઉજવણી થઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ જમાલપુરના રહેવાસી અમરનાથ ગુપ્તાની, જેઓ 1992માં અયોધ્યા ઢાંચાના વિધ્વંસ દરમિયાન કાર સેવા કરવા માટે પોતાનું ઘર છોડીને ગયા હતા.
નિદ્રાધીન વૃદ્ધ માતાએ પુત્રવધૂને કહ્યું, "જા, દીકરો આવ્યો છે...
ત્યાર બાદ તેઓ ક્યારેય ઘરે પરત ફર્યા ન હતા. અયોધ્યામાં કાર સેવા દરમિયાન તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ અયોધ્યા અને વૃંદાવન ગયા અને સંન્યાસ લઈ લીધો. જ્યારે તેઓ મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા ત્યારે તેમને સપનામાં તેમના માતા દેખાયા. માતાને મળવાની ઈચ્છાથી તેઓ ઘરે પરત ફર્યા અને દરવાજો ખટખટાવતા ઘરની અંદર નિદ્રાધીન વૃદ્ધ માતાએ અચાનક પુત્રવધૂને કહ્યું, "જા, દીકરો આવ્યો છે, દરવાજો ખોલો." આના પર પુત્રવધૂએ કહ્યું, "સુઈ જાઓ, તે નથી." જ્યારે વૃદ્ધ માતાનું મન ન માન્યું તો પુત્રવધૂ સાથે દરવાજો ખોલવા માટે પહોંચી ગયા. દરવાજો ખોલતા જ સામે તેમનો સાધુના વેશમાં ઉભેલો દીકરો નજરે પડ્યો, માતાએ તરત પોતાના દીકરાને ગળે લગાડી લીધો અને ભેટી પડી.

1992થી ઘરનો કર્યો હતો ત્યાગ: એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલપુરના રહેવાસી અમરનાથ ગુપ્તા વર્ષ 1992માં અયોધ્યા ઢાંચાના વિધ્વંસ દરમિયાન કાર સેવકોના એક જૂથ સાથે ગયા હતા. જ્યારે તેઓ ટ્રેન દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જૌનપુરમાં ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ત્યારે તેઓ ટ્રેનમાંથી ઉતરીને કોઈ રીતે વારાણસીથી જમાલપુર પોતાના ઘરે પહોંચ્યા, ત્યારે પોલીસે તેમને પકડીને મિર્ઝાપુર જેલમાં બંધ કરી દીધા. જેલની સજા ભોગવ્યા બાદ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા પરંતુ મન ન માનતા તેઓ પરિવારને જાણ કર્યા વગર તેઓ અયોધ્યા રવાના થઈ ગયા. અયોધ્યાથી વૃંદાવન પહોંચ્યા બાદ, તેમણે બાબા કિશોર દાસ પાસેથી દીક્ષા લીધી અને તેમના જયપુર આશ્રમમાં નિવાસ કર્યો. જ્યારે તેઓ મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા. અમરનાથ ગુપ્તાએ જણાવ્યું કે, આ દરમિયાન તેમની માતા તેમના સપનામાં આવ્યા અને તેઓ રવિવારે માતાને મળવા ઘરે પહોંચ્યા, ત્યારે આસપાસના લોકો પણ તેમને જોવા માટે ઉમટી પડ્યાં હતાં.

પરિવારમાં ખુશીની લહેર: અમરનાથ ગુપ્તા તેમના અભ્યાસ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (RSS)માં જોડાયા હતા અને શાખાની સ્થાપના પણ કરી હતી. 95 વર્ષની માતા પ્યારી દેવી, પત્ની ચંદ્રાવતી, પુત્ર અતુલ, પુત્રી અર્ચના અંજના મોની અને સાત બહેનો ખૂબ જ ખુશ છે. અમરનાથ ગુપ્તાએ જણાવ્યું કે, અયોધ્યા ઢાંચાના વિધ્વંસ સમયે તેઓ કાર સેવકો સાથે ટીમમાં ગયા હતા. જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે જૌનપુરમાં ટ્રેનમાં પથ્થરમારો શરૂ થયો, ત્યારે તેઓ કોઈક રીતે જમાલપુર સ્થિત પોતાના ઘરે પહોંચ્યા, ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી અને તેમને જેલમાં ધકેલી દીધા. જમાલપુરના પ્રમુખ નેતા શિવ મુરત સિંહે તેમના જામીન કરાવ્યા હતાં, પરંતુ મન ન્હોતુ માની રહ્યું તેથી પરિવારજનોને જાણ કર્યા વગર તેઓ અયોધ્યા રવાના થઈ ગયા. જ્યાં તેઓ થોડા દિવસો રહ્યાં બાદ તેઓ વૃંદાવન પહોંચ્યા, બાબા કિશોર દાસ પાસે દીક્ષા લઈને તેઓ જયપુરના આશ્રમમાં રહેવા લાગ્યા, મહાકુંભમાં સ્નાન કર્યા બાદ તેમના સપનામાં માતાની યાદ આવી તેથી તેમને મળવા માટે આવી પહોંચ્યા અને બે દિવસ રહ્યા બાદ આશ્રમ પરત ફરીશ.

પરિવારમાં પત્ની અને પુત્રઃ અમરનાથ ગુપ્તા 72 વર્ષના છે. જ્યારે તેમણે ઘર છોડ્યું ત્યારે તેમની ઉંમર લગભગ 40 વર્ષની હતી. અમરનાથના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર છે. પુત્ર પણ પરણિત છે. આ સિવાય તેમની 7 બહેનો છે. બધી બહેનો પણ પરણેલી છે. પરિવારના મોટાભાગના સભ્યો મુંબઈમાં નોકરી કરે છે અને બિઝનેસ કરે છે. તેમના ઘરે પરત ફરવાના સમાચારથી બહાર રહેતા પરિવારના અન્ય સભ્યો પણ તેમને મળવા માટે આવી પહોંચ્યા છે. બીજી તરફ ગામમાં પણ ઘણા લોકો તેમને મળવા માટે આવી રહ્યાં છે. આમ તેમના ઘરમાં ખુશીનો માહોલ છે. અમરનાથ ગુપ્તાનું કહેવું છે કે, બે દિવસ બાદ તેમના જયપુર આશ્રમમાં પરત ફરશે. પરિવારજનો સાથે મળીને તેમને ખુબજ ખુશી થઈ છે, મહત્વપૂર્ણ છે કે, તેઓ ગુરૂ દીક્ષા લઈ ચુક્યા છે તેના કારણે સન્યાંસી જીવન જીવવા માંગે છે.