વાંદરાઓને ચિપ્સ ખવડાવવી પડી ભારે, થયું એવું કે... - TOURIST FALLS INTO DEEP VALLEY IN MAHABALESHWAR SATARA MAHARASHTRA

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 29, 2022, 5:45 PM IST

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા મહાબળેશ્વર હિલ સ્ટેશનમાં વાંદરાને ચિપ્સ ખવડાવતી વખતે એક પ્રવાસી લગભગ 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની સાથે ટ્રેકર્સ પણ પહોંચી ગયા હતા. જેમણે પોલીસના માર્ગદર્શન હેઠળ ત્રણ કલાકની મહેનત બાદ વ્યક્તિને બચાવી લીધો હતો. સંદીપ ઓમકાર નેહતે રાયગઢથી પરિવાર સાથે મહાબળેશ્વર આવ્યો હતો. જ્યારે તેણે અંબેનાલી ઘાટ રોડ પર જનાની માતાના મંદિર પાસે કેટલાક વાંદરાઓ જોયા ત્યારે તે તેમને ચિપ્સ ખવડાવવા માટે કારમાંથી નીચે ઉતર્યો હતો. તે દરમિયાન બેદરકારીના કારણે તે 100 ફૂટ ઉંડી ખાડામાં પડી ગયો હતો. આ પછી તેને મહાબળેશ્વર ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે સતારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.