જામનગરમાં સુભાષ માર્કેટ શરૂ કરવા માગ, વેપારીઓએ યોજ્યા ધરણા - મહાનગરપાલિકાના કમિશનર
🎬 Watch Now: Feature Video
જામનગરની સુભાષ શાક માર્કેટ શરૂ કરવા વેપારીઓએ માંગણી કરી છે. છેલ્લા કેટલાક મહિનાથી બજાર બંધ હોવાથી વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા લોકડાઉનમાં શહેરની સુભાષ શાક માર્કેટ બંધ રહી હતી. ત્યારબાદ અનલોક ચારમાં દેશભરમાં છૂટછાટ આપવામાં આવી છે. છતા માર્કોટ બંધ રાખવા પર મોટી સંખ્યામાં વેપારીઓ મહાનગરપાલિકાના કમિશનર ઓફિસે પહોંચ્યા હતા. બુધવારના રોજ દોઢસો જેટલા વેપારીઓ ધરણા યોજી માર્કેટ શરૂ કરવાની માગ કરી હતી. જોકે કમિશનર સતીષ પટેલે કોર્પોરેટર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે આજથી ગુરૂવારના રોજ છ વાગ્યા સુધીમાં સુભાષ શાક માર્કેટ શરૂ કરવામાં આવશે.