રાજકોટમાં શાસક પક્ષોને વિજય રથને પ્રસ્તાન કરવાનો સમય ન મળતા વિપક્ષે લીલીઝંડી આપી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 22, 2020, 5:07 PM IST

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મંગળવારના રોજ સવારે 9 વાગ્યે કોવીડ-19 વિજય રથ આવી ગયો હતો. જેને લઈને ભાજપના પદાધિકારીઓ દ્વારા આ રથને સવારે 9 વાગ્યે લીલીઝંડી આપવાની બદલે 12 વાગ્યા સુધી રાહ જોવડાવી હતી, પરંતુ કોઈ જ શાસકો કે ભાજપના કોર્પોરેટરે લીલીઝંડી આપવાની તસ્દી લીધી નહી. જેને લઈને વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા 12 કલાકે કોવીડ-19 વિજય રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે પણ શાસકપક્ષે કરવાનું કામ વિપક્ષે કરતા ભારે ગરમાગરમી સર્જાઈ છે. સમગ્ર મામલે રાજકોટના મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, રાજકોટ કોર્પોરેશન દ્વારા એવું કોઈ આયોજન નહોતું અને આ રથ રાજકોટ કલેક્ટર ઓફિસનો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વિજય રથના માધ્યમથી સરકાર રંગલાં રંગીલા પાત્ર દ્વારા કોરોના અંગે ગામડે ગામડે લોકોને જાગૃત કરવાનું કામ કરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.