તળાજા તાલુકાના ગઢુલા પાસે દરિયાકાંઠે ડોલ્ફિન માછલીનો મૃતદેહ મળી આવ્યો - Latest news of Bhavnagar
🎬 Watch Now: Feature Video

ભાવનગર: તળાજા તાલુકાના ગઢુલા પાસે દરિયા વિસ્તારમાંથી ડોલ્ફિન માછલીનો મૃતદેહ મળી આવતા તેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તળાજા તાલુકાનો વિશાળ દરિયાકાંઠો છે. દરિયાકાંઠે અવારનવાર કંઈકને કંઈ અવનવા જીવો દેખાતા હોય છે, ત્યારેબુધવારે તળાજા તાલુકાના ગઢુલા ગામના વ્યક્તિના જણાવ્યા અનુસાર એક ડોલ્ફિન માછલીનો મૃતદેહ દરિયાકાંઠા પાસે જોવા મળ્યો હતો. જેને લઈને આજુબાજુના ગામ લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.