ભાવનગરમાં ભાજપે સરઘસ યોજીને કરી જંગી જીતની ઉજવણી - procession
🎬 Watch Now: Feature Video
ભાવનગર: લોકસભા બેઠક પરની જંગમાં ભારતી શિયાળે ફરી જીત મેળવી પોતાનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યાં છે. ભારતી શિયાળ ગણતરીના પ્રારંભથી આગળ રહ્યાં હતા, ત્યારે અંતમાં ભારતી શિયાળે 6,49,850 અને કોંગ્રેસના મનહર પટેલે 3,26,138 મત મેળવ્યા હતા. ભારતી શિયાળે પોતાની વર્ષ 2014ની લીડ 2,95,044 તોડીને વર્ષ 2019ની ચુંટણીમાં રેકોર્ડ બ્રેક 3,23,712 લીડ મેળવી છે. ભાજપે સાડા ત્રણ લાખ જેવી લીડ મેળવશું તેમ કહ્યું હતું તે રીતે ભારતીબેને જંગી લીડ કરતા ભાજપમાં ઉત્સાહ છે. જીત થતા ભાજપ દ્વારા ઈજનેરી કોલેજથી લઈને ભાજપ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ફરીને ઉજવણી માટે સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં વિભાવરીબેન દવે પણ જોડાયા હતા અને ભાજપ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ડીજે સાથે સરઘસ નીકળ્યું હતું. ભાજપનો ભગવો લહેરાતા અનેક અટકળો દુર થઇ ગઈ હતી. તેથી હવે કોંગ્રેસના ઉમેદવાર સહિત સમગ્ર કોંગ્રેસમાં સોપો પડી ગયો છે અને ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી છે.