ખેડૂત આંદોલનના ભાગરૂપે વિચાર મંચના આગેવાનો દ્વારા ઉપવાસનો કાર્યક્રમ યોજાયો - Ekta Grameen Praja Vichar Manch
🎬 Watch Now: Feature Video
વડોદરા: કિસાન આંદોલનના રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે વડોદરા ગાંધીનગર ગૃહ ખાતે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના આગેવાનો દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી કૃષિ કાયદા અંગે ખેડૂતોનુ આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોના સમર્થનમાં વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બહાર બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે કિસાન આંદોલનના રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના આગેવાનો દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખેડૂતોના હીતમા ન્યાયનું બિલ પસાર થાય તેવી માંગણી સાથે આજે હસમુખ ભટ્ટની આગેવાનીમાં એક દિવસનો પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આગામી સમયમાં ખેડૂતોના સમર્થનમાં ભારત બંધના એલાનને પણ જાહેરાત કરવામાં આવી હતી.