હૈદરાબાદ: બોલિવુડની સ્ટાર જોડી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને ફરી એક વાર લોકોના મોઢે તાળું મારી દીધું છે, જેઓ તેમના અલગ થવાની અને તલાકની ખોટી ખબરો ફેલાવી રહ્યા હતા. હકીકતમાં ઐશ્વર્યા રાય ગત 31 ડિસેમ્બરના રોજ પોતાની દીકરી આરાધ્યા સાથે ન્યુ યર ઉજવવા માટે દેશની બહાર ગઇ હતી. જ્યારે ટ્રોલર્સને એરપોર્ટ પર એશ અને આરાધ્યા સાથે અભિષેક ન દેખાતા ફરીથી અફવાઓ બનાવવાની શરુઆત કરી દીધી હતી. ત્યારે હવે અભિષેક અને ઐશ્વર્યા સાથે તેની દીકરી સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી અને તેઓ ત્રણેય ન્યુ યર ઉજવીને પાછા આવ્યા છે. મુંબઇ એરપોર્ટ સુધીનો બંનેનો તેમની દીકરી સાથેનો વિડીયો સામે આવ્યો છે.
ન્યુ યર ઉજવીને આવ્યા ઐશ્વર્યા અને અભિષેક
વિડીયોમાં તમે જોઇ શકો છો કે, અભિષેકે બ્લેરક લોઅર અને ગ્રે રંગની હૂડીમાં જોઇ શકાય છે અને ત્યાં જ ઐશ્વર્યા સંપૂર્ણ બ્લેક લૂકમાં જોઇ શકાય છે. અભિષેક અને ઐશ્વર્યાની લાડકી દીકરી આરાધ્યાની વાત કરીએ તો તેણે ગ્રે પેન્ટ પર બ્લૂ હૂડીમાં જોઇ શકાય છે. આ ત્રણેય મુંબઇ એરપોર્ટની બહાર આવતા જોઇ શકાય છે. જેથી સોશિયલ મીડિયા પર લોકોના મોઢા બંધ થઇ ગયા છે.
નવા વર્ષે પેચઅપ
તમને જણાવી દઇએ કે, હવે અભિષેક અને ઐશ્વર્યાના ચાહકોના દિલ ખુશ થઇ ગયા છે. આ બંનેને સાથે જોઇને એક ચાહકે લખ્યું કે, 'નવા વર્ષે પેચઅપ' બીજા એક ચાહકે લખ્યું છે કે, 'કોઇના પણ સંબંધ પર સવાલ ઉઠાવવાનું બંધ કરો જ્યાં સુધી પૂરી વાતની જાણકારી ન હોય.' ત્રીજો ચાહક લખે છે કે, 'આ બંને સાથે સારા લાગે છે' ચોથો ચાહક લખે છે કે, આ પરિવાર કાયમ સાથે રહે આ નાના પરિવારને સાથે જોઇને બહું જ ખુશ છું.'
જણાવી દઇએ કે, અભિષેક અને ઐશ્વર્યાના તલાકની અફવાઓએ વારંવાર કપલને પાડવાની કોશિશ કરી છે, પરંતુ ઐશ્વર્યા અને અભિષેકે સમયે સમયે વારંવાર ટ્રોલર્સના મોઢા બંધ કર્યા છે.
આ પણ વાંચો: