સુરતમાં ફરી ગેંગવોરના એંધાણ: જાહેરમાં જ ફાયરીંગના સીસીટીવી મળી આવ્યા - જાહેરમાં જ ફાયરીંગના સીસીટીવી
🎬 Watch Now: Feature Video
સુરત: ભાગાતળાવમાં 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ફાયરિંગ મીંડી ગેંગના જમાઈ ઉપર કરાયું હોવાનું સામે આવતા સુરતમાં ફરી એકવાર ગેગવોરે (Surat Gangwar ) દસ્તક દીધી હોવાની ચર્ચાઓ બહાર આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી (Surat firing CCTV) કેમેરામાં કેદ થઈ છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત હાજી નામના ઈસમને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલ ખસેડાવામાં આવ્યો હતો. જોકે, મધરાત્રે જ એનું મૃત્યુ નીપજ્યું હતું. માથાભારે આરીફ મીંડીના જમાઇની હત્યાને લઈ વાતાવરણ તંગ બની જતા પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. ફાયરિંગ કરનારો હત્યાનો આરોપી (Murder accused firing) હોવાનું અને પેરોલ પર બહાર આવ્યા બાદ હત્યાને અંજામ આપી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હાજીની હત્યા પાછળનું હજી કોઈ યોગ્ય કારણ જાણી શકાયું નથી. એટલું જ નહીં પણ ફાયરીગ હરીફ ગેગ દ્વારા કરવામાં આવ્યું હોય એમ કહી શકાય છે.