ETV Bharat / bharat

સંસદનું બજેટ સત્ર : આજે ફરીથી આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે - PARLIAMENT BUDGET SESSION LIVE

પ્રતિકાત્મક તસવીર
સંસદ (Sansad TV)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2025, 10:12 AM IST

નવી દિલ્હી : 7 ફેબ્રુઆરી, શુક્રવાર આજે સંસદના બજેટ સત્ર 2025 નો છઠ્ઠો દિવસ છે. આજે બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ફરીથી શરૂ થશે. ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસ પાસેથી સબકા સાથ, સબકા વિકાસની આશા રાખવી એ મોટી ભૂલ હશે. કારણ કે કોંગ્રેસની પ્રાથમિકતા 'પરિવાર પ્રથમ' છે. કોંગ્રેસ સરકારે બીઆર આંબેડકરને ભારત રત્ન ન આપ્યો, પરંતુ આજે તેઓ 'જય ભીમ' કહેવા મજબૂર થયા છે.

USA ડિપોર્ટેડ ભારતીયો મુદ્દે ચર્ચા...

આ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, દેશ નિકાલ કરાયેલા લોકો સાથે ખરાબ વર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર યુએસ સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે. ગેરકાયદેસર રીતે વિદેશમાં રહેતા પોતાના નાગરિકોને પરત લેવાની જવાબદારી તમામ દેશોની છે. આ મુદ્દે માહિતી આપવા માટે એસ. જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.