thumbnail

By

Published : Jul 25, 2022, 3:15 PM IST

ETV Bharat / Videos

ST નિગમ સામે વિદ્યાર્થીઓએ ચડાવી બાંયો, ધારાસભ્ય થયા હાંફળાફાંફળા

વડોદરાઃ સાવલીથી આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ બસ ડેપોમાં બસ રોકી ચક્કાજામ (Students staged Chakkajam in Vadodara) કર્યો હતો. તેના કારણે સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદાર (Vadodara MLA Ketan Inamdar) પણ ઘટનાસ્થળે દોડી (Students riot in ST bus depot) આપ્યા હતા. અહીં વિદ્યાર્થીઓએ 26 સીટની બસમાં 100 અને 56 સીટની બસમાં 100થી વધારે વિદ્યાર્થીઓને ભરીને લઈ જવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીઓએ હવે વધુ બસની ફાળવણી કરવાની માગ સાથે (Students demand to start additional buses) ચક્કાચામ કર્યો હતો. અહીં ધારાસભ્ય કેતન ઈનામદારે (Vadodara MLA Ketan Inamdar) આવીને બાંહેધરી આપતા વિદ્યાર્થીઓ આખરે શાંત પડ્યા હતા. તો તંત્રની લેખિત બાંહેધરી પછી જ વિદ્યાર્થીઓએ બસો જવા દીધી હતી. સાવલી તાલુકાની પ્રજાને એસ. ટી. બસની સુવિધા બાબતે વર્ષોથી અન્ય ડેપોની મહેરબાનીથી બસો ફાળવણી પર નિર્ભર રહેવું પડે છે. તાલુકાના તમામ માર્ગો પર ગણીગાંઠી બસો જ દોડે છે. બાકી તો તાલુકાજનોને, નોકરિયાત વર્ગને, વિદ્યાર્થી વર્ગ સહિત તમામે પ્રાઈવેટ સાધન અથવા તો શટલ વાહનો દ્વારા જ અવરજવર કરવું પડે છે. એસ.ટી. નિગમની કરોડોની આવક (Income of crores of ST Corporation) ખાનગી વાહનધારકો તાલુકાજનો પાસેથી ભાડાપેટે વસૂલી રહ્યા છે અને તેમના ખિસ્સામાં જાય છે. અનિયમિત અને ખખડધજ બસો અને અણધડ વહીવટના કારણે સાવલીનો પોતાનો ડેપો બંધ કરી દેવાની નોબત આવી છે. તેવામાં યુવાધને ચક્કાજામ કરી તંત્રની આંખ ઊઘાડવાનું બીડું ઝડપ્યું હતું. અહીં સાવલીથી 150થી વધુ વિદ્યાર્થીઓ આણંદ અભ્યાસ માટે જાય છે. વિદ્યાર્થીઓએ આણંદ, વાઘોડિયા અને સાવલી ડેપો તેમ જ ધારાસભ્યને આ અંગે લેખિતમાં વારંવાર રજૂઆત (Students demand to start additional buses) કરી હતી. તેમ છતાં કોઈ નીવેડો આવ્યો નથી. ને વિદ્યાર્થીઓએ ઘેટાં બકરાની જેમ બસમાં પ્રવાસ કરવો પડે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.