છરીઓ વડે લડતા વિદ્યાર્થીઓ.. આંધ્રપ્રદેશમાં બની ઘટના - undefined
🎬 Watch Now: Feature Video
આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના ગુડુર આદિ શંકરા કોલેજમાં વિદ્યાર્થીઓ બે જૂથમાં વહેંચાઈ અથડામણ થઈ હતી. જેમાં બહારથી ત્રણ લોકો એક જૂથના સમર્થનમાં છરીઓ સાથે (Andhra Pradesh Students fighting with knives) કોલેજમાં આવ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ આ સાથે બહાર આવેલા લોકોને પાઢ ભણાવ્યો હતો. બાદમાં તેઓને પોલીસને હવાલે કરાયા હતા. જો કે, આ ઘટના બે દિવસ બાદ પ્રકાશમાં આવી હતી. અથડામણના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે કેસ નોંધ્યો છે. આદિ શંકરા કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થાય છે. હવે લોકો છરીઓ સાથે કોલેજમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે કોલેજ મેનેજમેન્ટને કોઈ પરવા નથી મળ્યા તેવી ટીકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા બે મહિનામાં આ ત્રીજી ઘટના છે.