વડોદરાના અટલાદરામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનાર ભાજપ અગ્રણીના ઘર પર પથ્થરમારો - સોસાયટીના રહીશોએ ફોન દ્વારા જાણ કરી હતી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 4, 2022, 9:30 PM IST

વડોદરા શહેરના ભાજપના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાજુ ઠક્કર પર હુમલો(Attacked on BJP leader house) કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મધરાત્રે કેટલાક અસામાજિક તત્વો(Anti social elements in Madhawanagar) દ્વારા રાજુના ઘર પર પથ્થર મારો કર્યો હતો. જેને લઈને રાજુને પરિવાર અને સોસાયટીના રહીશો દહેશતમાં છે. માધવનગરમાં અસામાજિક તત્વોને ડામવાનો પ્રયત્ન કર્યો જેને લઈને આ હુમલો કર્યો હોવાની રાજુને આશંકા જતાવી હતી.  રાત્રે 2 વાગ્યાના સમયમાં હિંસક ટોળાઓ(Violent Flocking) ટુવ્હીલર પર આવ્યા હતા. અચાનક જ રાજુના ઘરમાં પથ્થર મારો કર્યો છે. તેમના વાહનને નુકસાન પહોંચાડ્યું છે. મોટી ઈંટ મારીને ગાડીને નુકસાન કરવામાં આવ્યું છે. આ હુમલો કોણે કર્યો કયા કારણોસર કર્યો એ તમામ બાબતો તપાસનો વિષય છે. પરંતુ અત્યારે રાજુનો સમગ્ર પરિવાર દહેશતમાં છે. જ્યારે અમે તપાસ કરી ત્યારે ઘરની આજુબાજુથી બે લોકોને ભાગતા જોયા હતા. જેથી અમને શંકા ગઈ અને મારા વોચમેનને બોલાવી અમે બહાર તપાસ કરવા નીકળ્યા હતા. આ હુમલાના અવાજથી આસપાસના રહીશો પણ ઘરની બહાર આવી ગયા હતા. જ્યારે સોસાયટીના રહીશોએ જ ફોન કરીને(Society residents informed by phone) મને જાણ કરી કે,પથ્થરમારો થઈ રહ્યો છે. અંદાજે સાત આઠ  હાજર વોચમેન અને અન્ય લોકોએ હુમલાખોરોને પકડવાનો પ્રયત્ન(Watchmen Chased attackers) કર્યો હતો પરંતુ તેઓ ભાગી ગયા હતા. તેમણે હુમલાની આશંકા વિશે કહ્યું કે, મને માધવનગરમાં અસામાજિક તત્વોને ડામવાનો પ્રયત્ન કર્યો જેને લઈને આ હુમલો કર્યો હોવાની આશંકા છે. સુનિલ સિંદે, તરુણ યાદન જેવા શખ્સો પર શંકા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.