બાલાસિનોરમાં વિશેષ મહત્વ ધરાવતું પરમગુરૂ કરૂણાસાગર મંદિર - પરમગુરૂ શ્રીમત કરૂણાસાગર મંદિર
🎬 Watch Now: Feature Video

બાલાસિનોરઃ તાલુકામાં પટેલવાડા સ્થિત પરમગુરૂ શ્રીમત કરૂણાસાગર મંદિર આવેલું છે. જેનું નિર્માણ જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી સારસાપુરી દ્વારા પરમગુરૂ કરૂણાસાગર મહારાજની સેવાપૂજા માટે કરાયું હતું. આ મંદિરમાં સવાર સાંજ બે વખત આરતી કરવામાં આવે છે. તેમજ નિત્ય નિયમ પ્રમાણે સવારે 5:00 કલાકે મંગળા આરતી અને 7:30કલાકે શણગાર આરતી, પ્રકમ્બા અને બાદમાં ગુરૂ મહીમા બોલાવવામાં આવે છે. પૂર્ણિમાનો પ્રસંગે મંદિરમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ મંદિરમાં મૂર્તિ 200 વર્ષ જૂની છે. મંદિરમાં હાલ દર ગુરુવારે સત્સંગનો કાર્યક્રમ યોજાય છે. જેમાં અવિચલદાસજી મહારાજના આદેશ અનુસાર અષ્ટક, અમર દાડમ અષ્ટક બોલાવવામાં આવે છે. જેમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાય છે.