સુરેન્દ્રનગરમાં 40 ફૂટ ઊંચા રાવણના પૂતળાનુ દહન - news updates of surendranagar
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના મેળાના મેદાનમાં વિજયાદશમી નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, ધારાસભ્યો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામ ભગવાનનો જયઘોષ બોલાવી રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ૪૦ ફુટ ઉંચા રાવણના પૂતળાનું દહન કર્યા બાદ ફટાકડાની આતિશબાજીએ શહેરીજનોને આકર્ષિત કર્યા હતા. આમ રાવણ દહનના કાર્યક્રમને ધ્યાને રાખી પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.