લાંબા વિરામ બાદ છોટા ઉદેપુર જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ, અસહ્ય ગરમીથી મળી રાહત - Rain news
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર: જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર તેમજ નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર સહિત તેજગઢ, દેવહાંટ, ઝોઝ પંથકમાં વરસાદ વરસ્યો છે. તો જેતપુર પાવીમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. નસવાડી પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મંગળવારે સવારથી વાદળ છાયા વાતાવરણમાં અસહ્ય ગરમી હતી. વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોનl રાહત અનુભવી હતી. લાંબા વિરામ બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.