છોટા ઉદેપુરમાં મેઘ તાંડવ, આ રીતે લોકોને કરવામાં આવ્યા રેસક્યૂ - Rain Udate in Gujarat Chhotaudepur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2022, 1:02 PM IST

મધ્ય ગુજરાતમાં એકધારા વરસાદને કારણે નદીનાળા તથા તળાવ છલકાઈ ગયા છે. રવિવારે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. આ સીઝનમાં સૌથી વધારે વરસાદ રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર થઈ છે. પાણી ભરાઈ જવાને કારણે લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. જ્યારે લોકો પણ હાલાકીમાં મૂકાયા હતા. સર્વત્ર જળસામ્રાજ્યને કારણે ગામ આખું બેટમાં ફેરવાયું હતું. બોડેલીની રામનગર (Rain Udate in Gujarat Chhotaudepur) સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ જતા પરેશાની ઊભી થઈ હતી. પેટ્રોલપંપે પણ જળસમાધી લીધી (NDRF Rescue Opration In Chhotaudepur ) હતી. વધુ માત્રામાં પાણી ભરાઈ જવાને કારણે 40 લોકોને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડાયા છે. રસ્તા અને લોકોના ઘર તો ઠીક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો છે. પાવી જેતપુર પાસે આવેલું ઝાબ નામનું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ઝાબ પાસે આવેલો રાજવાસના ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.