અમદાવાદ: ગુજરાતની હોસ્પિટલમાંથી ફરી એકવાર ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલાઓની ગરિમાનું ચીરહરણ કરતી ઘટનામાં હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાયરલ થયા છે. ગાયનેક હોસ્પિટલમાં ચેકઅપના CCTV વીડિયો વાયરલ છે. વીડિયોમાં લોકો ગુજરાતીમાં વાત કરતા સંભળાય છે, આટલું જ નહીં મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ રૂપે તેને યુટ્યુબમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં યુટ્યુબ ચેનલ મારફતે આ વ્યક્તિએ પોતાની ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની અપીલ કરે છે. જેમા ખુલ્લે આમ હોસ્પિટલમાં આવતી મહિલાઓના વીડિયો પોસ્ટ થાય છે. આ નરાધમની વિકૃત માનસિકતા છે.
મહિલાઓના વીડિયો ગ્રુપમાં વેચવા મૂક્યા
આ મામલો સામે આવતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ચેનલને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને આરોપીને ઝડપી પાડવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરાઈ રહી છે. આ નરાધમોએ માત્ર હોસ્પિટલોના જ નહીં, જિમમાં જતી મહિલાઓના વીડિયો પણ વેચવા માટે મુક્યા છે, બાથરૂમમાં ગુપ્ત કેમેરા લગાવીને પણ વીડિયો રેકોર્ડ કરાયા છે. જિમ અને હોસ્પિટલોમાં મહિલાઓના વીડિયો રેકોર્ડ કરાય છે. સોશિયલ મીડિયા પર સબસ્ક્રિપ્શન સાથે વીડિયો વેચાય છે.આ ચેનલ પર 900 થી 1500 રૂપિયામાં સબસ્ક્રિપ્શન સાથે ટેલિગ્રામ ચેનલ પર વેચાય છે.

વીડિયો રાજકોટની હોસ્પિટલનો નીકળ્યો
ગુજરાત સહિત દેશનાં તમામ શહેરોમાં આ પ્રકારનું નેટવર્ક હોઈને મહિલાઓનું ચીરહરણ થતી હોવાની આશંકા છે. રિપોર્ટ મુજબ, સોનોગ્રાફી, ગાયનેક સારવારના વાઈરલ થયેલા આ વીડિયો રાજકોટના પાયલ મેટરનીટિ હોસ્પિટલના હોવાની વિગતો છે. જેમાં ડોક્ટર ઇન્જેક્શન આપતા હોય તેવા વીડિયો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાઓના વીડિયો વાઈરલ કરીને પ્રાઇવસીનો ભંગ કરતા સાયબર ક્રાઈમે આ મુદ્દે ગુનો નોંધ્યો છે.

સાયબર ક્રાઈમમાં નોંધાયો ગુનો
પ્રાઇવસીનો ભંગ, અંગત વીડિયો વાયરલ કરવા મુદ્દે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વીડિયો કોણે અપલોડ કર્યો તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ વીડિયો કયા ઉદ્દેશથી અપલોડ કર્યો તે બાબતે તપાસ હાલ ચાલી રહી છે. સાયબર ક્રાઈમે વીડિયો અપલોડ કરનારી યુટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપની તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમે આઇટી એક્ટ 66 ઈ, 67 હેઠળ ગુનો નોંધ્યો છે. વીડિયો પોસ્ટ કરનારી યુટ્યુબ ચેનલ 6 જાન્યુઆરીએ બની હોવાનું તપાસમાં આવ્યું છે અને સપ્ટેમ્બર 2024માં ટેલીગ્રામ ચેનલ બની હોવાનું તપાસમાં આવ્યું છે.
આ પણ વાંચો: