ETV Bharat / entertainment

'અશ્લીલ જોક્સ' મામલો: રણવીર અલ્હાબાદિયાની વધી મુશ્કેલીઓ, સાયબર સેલે મોકલ્યા સમન્સ - RANVIR ALLAHABADIA

રણવીર અલ્હાબાદિયાને મહારાષ્ટ્રની સાયબર સેલ પોલીસે સમન્સ મોકલ્યું છે. જોકે, રણવીરે માફી માંગી લીધી હોવા છતાં તેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.

રણવીર અલ્હાબાદિયા
રણવીર અલ્હાબાદિયા (ANI)
author img

By IANS

Published : Feb 17, 2025, 8:41 PM IST

મુંબઈ: સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ફસાયેલા યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. મહારાષ્ટ્ર સાયબર સેલે આ મામલે સોમવારે તેમને સમન્સ મોકલ્યા છે.

ભલે માતા-પિતા પર 'અશ્લીલ જોક્સ' કરવાને લઈને મુશ્કેલીમાં ફસાયેલા રણવીરે એક નહીં પણ બે વાર માફી માગી હોવા છતાં હાલ આ મામલે તેને કોઈ રાહત મળે તેમ લાગી રહ્યું નથી. મહારાષ્ટ્ર સાયબર સેલ આ કેસને લઈને પહેલા જ રણવીર અલ્હાબાદિયાને સમન્સ મોકલી ચૂક્યું છે. જોકે, રણવીર પોતાનું નિવેદન નોંધવા પોલીસ સ્ટેશન પહોંચ્યો ન હતો.

જારી કરાયેલા નવા સમન્સમાં સાયબર સેલે રણવીરને 24મી ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું છે. અશ્લીલ જોક્સના વિવાદમાં ફસાયેલા રૈનાની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. રૈનાએ મહારાષ્ટ્ર સાયબર સેલને વિનંતી કરી કે તેમનું નિવેદન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લેવામાં આવે. જોકે, સાયબર સેલે તેના આ વાતને ફગાવી દીધી છે.

'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' કેસને લઈને સમય રૈનાએ મહારાષ્ટ્ર સાયબરને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમનું નિવેદન રેકોર્ડ કરવા કહ્યું. જણાવ્યું કે તે હાલ દેશની બહાર છે. જોકે, મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાને કોઈ છૂટ આપવાનો ઈન્કાર કર્યો હતો.

સાયબર સેલે સમય રૈનાને કહ્યું કે તેણે જાતે આવીને તેનું નિવેદન નોંધાવવું પડશે. સેલે સમય રૈનાને 18 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર સાયબર સેલમાં આવીને તેમનું નિવેદન નોંધવા કહ્યું છે. મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાને બે વખત સમન્સ મોકલ્યા છે. સેલે સમય રૈનાને 17 ફેબ્રુઆરીએ તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.

સમય રૈનાના વકીલે સાયબર સેલને જણાવ્યું હતું કે સમય રૈના અમેરિકામાં છે અને તે 17 માર્ચે દેશ પરત ફરશે. જ્યારે સાયબર સેલે સમન્સ મોકલ્યું હતું અને રૈનાને 17મી ફેબ્રુઆરીએ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો, જેને સેલે 18મી ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો છે.

અગાઉ, સાયબર પોલીસે આ શોમાં સામેલ 40 લોકોની ઓળખ કરવાનો દાવો કર્યો હતો. મહારાષ્ટ્ર સાયબર પોલીસે સિદ્ધાર્થ તેવટિયા (બપ્પા)ને પણ બોલાવ્યા છે અને તેમનું નિવેદન નોંધવા કહ્યું છે. તેવટિયા આ શોમાં જજ તરીકે સામેલ હતા.

સાયબર પોલીસ શોમાં ભાગ લેતી વખતે અપમાનજનક ભાષા અને અશ્લીલતાનો ઉપયોગ કરવા બદલ ઓળખાયેલા અન્ય લોકોને પણ સમન્સ મોકલવાની તૈયારી કરી રહી છે. આ યાદીમાં રાખી સાવંત, મહીપ સિંહ, દીપક કલાલ સહિત અન્ય મહેમાનોના નામ પણ સામેલ છે. માહિતી અનુસાર, તે જ્યુરીઓને પણ બોલાવવામાં આવ્યા છે, જેઓ કોઈને કોઈ સમયે આ શોમાં આવ્યા છે.

'અશ્લીલ જોક્સ' પર આરોપીઓને સમન્સ મોકલ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ વિજયા કિશોર રહાતકરે આ મામલે કહ્યું કે આ સોશિયલ મીડિયાનો દુરુપયોગ છે. પંચ આની સખત નિંદા કરે છે.

  1. 'મને ડર લાગે છે, જાનથી મારી નાખવાની ધમકી મળે છે..', રણવીર અલ્હાબાદિયાએ ફરી માંગી માફી
  2. રણવીરે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, તમામ FIR ક્લબ કરવા માટે કરી અરજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.