વડોદરા શહેરમાં દિવાળી ટાણે પાણીનો કકળાટ, શહેર કોંગ્રેસ દ્વારા ઢોલ નગારા સાથે વિરોધ
🎬 Watch Now: Feature Video
વડોદરા : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં દિવાળીના તહેવાર પહેલા પીવાના પાણીની સમસ્યા સર્જાતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ખાતે ઢોલ નગારા વગાડીને તેમજ બેનર પોસ્ટર સાથે ભારે સુત્રોચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ખાતે સામન્ય સભા વચ્ચે જ સભાખંડમાં ઘુસી જઈ સ્વચ્છ પાણી આપવાની માગ કરવામાં આવી હતી. કોંગ્રેસના વિરોધ વચ્ચે મેયર ડૉ જીગીશાબેન શેઠને કોર્ડન કરી સભાગૃહમા લઇ જવાયા હતા. પાણીને લઈને રાજયપ્રધાન યોગેશ પટેલ અને શહેરના સાંસદ સહિત કોર્પોરેશન દ્વારા શહેર નજીક આવેલ નિમેટા અને રાયકા દોડકા પ્લાન્ટની મુલાકાત લીધી હતી.જોકે પાણીની પરોજણ હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાણીની સમસ્યા નિરાકરણ માટે તંત્ર કામે લાગ્યું છે.