પોરબંદર: કેસર કેરી સૌનું પ્રિય ફળ છે અને મોટાભાગના લોકો કેસર કેરી ખાવા માટે આતુર હોય છે. પરંતુ સામાન્ય રીતે કેસર કેરી ઉનાળાની સિઝનમાં આવતી હોય છે. ત્યારે પોરબંદરના બરડા ડુંગરમાં શિયાળામાં કેરીનો ફાલ આવતા લોકો આશ્ચર્ય પામ્યા છે.
કેસર કેરી 1001 કિલોના ભાવે વેંચાઇ: પોરબંદરમાં 5 દિવસ પહેલા બરડા ડુંગરની ફેમસ કેસર કેરી 8,500 ની 10 કિલો વેચાઈ હતી. જ્યારે 3 દિવસ બાદ એક બોક્સની આવક થતા જ કેસર કેરી માર્કેટિંગ યાર્ડમાં આવતા 10 કિલો કેસર કેરીનું રુ 7,500માં વેચાણ થયું હતું. ત્યારે આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં 2 બૉક્સ કેરીની આવક થતા 1001ની કિલો એટલે કે, 10 કિલોના રુ. 10.010ની વેચાઇ હતી.
કેસર કેરીની શિયાળામાં આવક શરુ: વેપારીઓ સહિત લોકો પણ આશ્ચર્ય પામી ગયા હતા. ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડના ફ્રુટના વેપારી કેતનભાઈએ જણાવ્યું કે, પોરબંદરનો બરડા પંથકમાં કેસર કેરીને વાતાવરણ અનુકૂળ આવી ગયું છે. હવે બરડામાં કેસર કેરીની શિયાળામાં આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે આ કેરી બરડાના ખંભાળા ગામમાં નાથાભાઈ કારાભાઈની વાડીમાં આવી હતી. ત્યારે વધુ ફાલ આવે તેવી શક્યતા છે. મહાત્મા ગાંધી અને ખાજલી માટે પ્રખ્યાત પોરબંદર હવે બરડાની કેસર કેરીના નામથી પ્રખ્યાત થવા જઇ રહ્યું છે.
આ પણ વાંચો: