ETV Bharat / state

ખેડૂત મિત્રો ! શું તમે પણ ઘઉંનો મબલખ પાક મેળવવા માંગો છો ? તો વાંચો આ લેખ - PLANTATION OF WHEAT

રવિ પાકમાં મુખ્યત્વે ઘઉંનું વાવેતર શરૂ થયું છે. જો તમે ઘઉંનું સારું ઉત્પાદન મેળવવા માંગો છો તો ખેડૂત મિત્રો આ લેખ ખાસ આપના માટે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2024, 2:42 PM IST

અમરેલી : શિયાળા દરમિયાન રવિ પાક તરીકે ઘઉંનું વાવેતર સૌથી વધારે અમરેલી જિલ્લામાં કરવામાં આવે છે. ઘઉંના વાવેતરમાં મહત્વનો ભાગ દવા, ખાતર અને બિયારણ હોય છે. ઘઉંનું ઉત્પાદન વધુ મેળવવા માટે યોગ્ય દવા, ખાતર અને બિયારણ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. ઘઉંનો સારો પાક કેવી રીતે મેળવી શકાય તે જાણવા ખેડૂત મિત્રો વાંચો આ અહેવાલ

ઘઉંના વાવેતરનો યોગ્ય સમય : ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ પીપળીયાએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં સૌથી વધારે ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. ઘઉંના વાવેતરનો યોગ્ય સમય 15 નવેમ્બર છે, પરંતુ વાતાવરણને લઈને આ વાવેતર ખૂબ જ મહત્વનું છે. કારણ કે વાતાવરણમાં ગરમ હોય તો ઘઉંનું વાવેતર કરવું થોડું મુશ્કેલ પડે છે અને ઉત્પાદનમાં આખરે નુકસાની પણ થતી હોય છે. ઘઉનું ઉત્પાદન તડકો અને ગરમી પર નિર્ભર કરે છે. તડકાના સમયે જો ઘઉંનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન મળતું નથી.

ઘઉંનો સારો પાક કેવી રીતે મેળવી શકાય ? (ETV Bharat Gujarat)

વાવેતર માટે યોગ્ય બિયારણ : ઘઉંના વાવેતર માટે મહત્વનો ભાગ બિયારણ છે. બિયારણમાં અલગ અલગ પ્રકારના બિયારણ જોવા મળે છે. પરંતુ વહેલા વાવેતર માટે સૌથી મહત્વની વેરાઈટી એટલે લોકવન વેરાઈટી છે. લોકવન ઘઉંની વેરાઈટી એવી છે જે વહેલા વાવે તો પણ ચાલે અને મોડા વાવેતર કરે તો પણ ચાલે છે. સમયસર વાવેતર માટે 451 નામની ઘઉંની વેરાયટી ખૂબ મહત્વની છે, તેમજ 366 નંબરની વેરાઈટી અને ટુકડી 496 વેરાયટી વાવેતર કરવું જરૂરી છે.

ઘઉંના બિયારણની નવી વેરાઈટી : લોકભારતી ઘઉં સંશોધન કેન્દ્ર દ્વારા એક નવી વેરાઈટીનું સંશોધન કરવામાં આવ્યું છે, લોક 79 નામની વેરાઈટીનું સંશોધન કરવામાં આવ્યું છે. આ વેરાઈટી પણ ખૂબ જ સારી છે. આ વેરાઈટીમાં ઝીંક અને ફેરસનું ભરપૂર પ્રમાણ છે. આ વેરાયટીનો ખાવાના ઉપયોગમાં લેવાતા ઘઉંમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

યોગ્ય પિયત આપવાનું મહત્વ : ઘઉમાં બીજા નંબરે પીયત આવે છે અને પિયત યોગ્ય સમયે આપવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે. ઘઉંના કટોકટીના સમયે પિયત આપવું ખૂબ જ જરૂરી છે. સાથે જ ખાતર પણ કટોકટીના સમયે આપવું ખૂબ જ જરૂરી છે. પાયાના ખાતા તરીકે ફોસ્ફરસ 40 કિલોગ્રામ આપવું જોઈએ, જ્યારે DAP 17 18 કિલો આપવું જરૂરી છે.

નુકસાનથી કેવી રીતે બચશો ? વાવેતર બાદ 18 થી 25 દિવસના સમય બાદ પિયતની સાથે ઉપરથી નાઇટ્રોજન આપવું ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, જેથી ઉગાવો તેમજ મુકુટ અવસ્થા હોય છે, જેથી વધુ ઉત્પાદન મળી રહે છે. જો આ સમયગાળા દરમિયાન યોગ્ય પીયત અને પાણી આપવામાં ન આવે તો ઉત્પાદનમાં 30થી 40 ટકા જેટલો ઘટાડો થાય છે.

  1. શિયાળામાં રાખો શિયાળુ પાકનું ધ્યાન, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડાયરેક્ટરે શું કહ્યું જાણો ?
  2. અમરેલીમાં 5 ચોપડી ભણેલા ખેડૂતની કમાલ, પ્રાકૃતિક ખેતીથી આ રીતે મેળવે છે 80 હજારનું ઉપ્તાદન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.