વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સવારે 6 કલાકે આરોગ્ય વનનું ઉદ્ધઘાટન કરશે - નર્મદા
🎬 Watch Now: Feature Video
નર્મદા : 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા ખાતે પધારવાના છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે બનાવેલા 12 પ્રોજકટોનું ઉદ્ધઘાટન કરવાના છે. જેમાં ખાસ 31 તારીખે સવારે 6 કલાકે આરોગ્ય વનનું પણ ઉદ્ધઘાટન કરવાના છે. જો કે, આ આરોગ્ય વન 17 એકર જમીનમાં ફેલાયેલા વિશ્વ આરોગ્ય ઔષધીય વન ખાતે આવેલા યોગ ગાર્ડનમાં વડાપ્રધાન નરેદ્ર મોદી આવશે અને વિધિવત લોકાર્પણ કરીને 20 મિનિટ યોગ અને પ્રાણાયામ કરશે. વિશ્વ આરોગ્ય ઔષધીય વન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. અહીંયા 1000થી વધારે આયુર્વેદિક છોડ ઉગાડવામાં આવ્યા છે.