દરેક ગુજરાતીએ જોવા અને માણવા જેવી એક અદ્ભૂત ફિલ્મ 'હેલ્લારો' - hellaro movie premier held in ahmedabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4998370-thumbnail-3x2-hel.jpg)
અમદાવાદ: અમદાવાદમાં 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નું પ્રીમિયર યોજાયું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ તમામ લોકોએ હાજરી આપી હતી. આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં ફિલ્મની તમામ 13 અભિનેત્રીઓને સાર્વત્રિક રીતે સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એકટ્રેસ માટેનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં જયેશ મોરે, ડેનિશા ઘૂમર, નીલમ પંચાલ, તર્જની ભાડલા, આર્જવ ત્રિવેદી, શ્રદ્ધા ડાંગર, કૌશાંબી ભટ્ટ જેવા કલાકારોએ કામ કર્યું છે.
હેલ્લારો’ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં 1975નાં સમયનાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, લોકનૃત્ય ગરબા અને સ્ત્રી સ્વાતંત્ર્યની વાતને વણી લેવામાં આવી છે. કચ્છના ‘કુરાન’ ગામના વિશાળ રણની મધ્યમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તેમજ કલાકારો માટે 450થી વધારે કચ્છના ભાતીગળ પહેરવેશ તૈયાર કરવામાં આવ્યા છે.
TAGGED:
gujarati movie hellaro