ધારી તાલુકામાંથી પસાર થતી નદીમાં કચરો ઠાલવતા પાણી પ્રદુષિત - gujaratilatestnews
🎬 Watch Now: Feature Video
અમરેલી : પાણી બચાવવા માટે સરકાર દ્વારા અવનવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમરેલીના ધારી તાલુકામાં ગીર પંથકમાંથી ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં કચરો ઠાલવાતા પાણી પ્રદુષણ થતું હોવાનું સામે આવ્યું છે. જે પાણી ધારીના ખોડિયાર ડેમમાં વહીને ડેમના પાણીમાં ભળે છે. આ પ્રદુષિત પાણી ડેમમાં ભળવાથી ડેમના પાણીને પ્રદુષિત કરે છે. ડેમના પાણીને અમરેલી શહેર તેમજ ચલાલા ગામ અને તેના ગ્રામ્ય વિસ્તારોને વિતરણ કરવામાં આવે છે. ધારીના લોકો દ્વારા તંત્રને રજૂઆતો છતાં કોઈ દરકાર લેવામાં આવતી નથી. આ પાણીના કારણે ઘણી બીમારી ફેલાય તેવી શક્યતા જણાય છે.