ભરૂચના વ્યક્તિએ વડાપ્રધાન મોદીને એવું તો શું કહ્યું કે થયા ભાવુક, જૂઓ વીડિયો... - PM Modi Gujarat Visit
🎬 Watch Now: Feature Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરૂવારે ભરૂચમાં વર્ચ્યૂઅલી સંબોધન (PM Modi Virtual Address at Bharuch) કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતની (PM Modi Gujarat Visit) સરકારી યોજનાઓના લાભાર્થીઓમાંના એક અયુબ પટેલ સાથે વાત કરતી વખતે વડાપ્રધાન મોદી તેમની પુત્રીના ડૉક્ટર બનવાના સ્વપ્ન વિશે સાંભળીને ભાવુક થઈ ગયા અને કહ્યું, "જો તમને આ તમારી દીકરીઓના સપનાને સાકાર કરવા માટે કોઈ મદદની જરૂર હોય તો મને જણાવો." ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, રાજ્યપ્રધાન મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.