PM મોદીએ પ્રગતિ મેદાન ટનલનમાં કર્યું કંઇક આવું, જેનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ - प्रगति मैदान टनल

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 19, 2022, 3:14 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન ટનલ અને 5 અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તમામ રસ્તા આજથી લોકોની અવરજવર માટે ખોલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાને સુરંગમાં પથરાયેલા કચરાને પણ સાફ કર્યો હતો. ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન જ્યારે ટનલમાં ચાલી રહ્યા હતા ત્યારે તેમની નજર ત્યાં પડેલી પ્લાસ્ટિકની બોટલ પર પડી હતી. આ સાથે તેણે ત્યાં પડેલો અન્ય કચરો પણ ઉપાડ્યો હતો. પ્રગતિ મેદાન ટનલ અને 5 અંડરપાસ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને જામમાંથી રાહત આપશે. રૂપિયા 920 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ટ્રાફિક જામને ટાળીને પ્રગતિ મેદાન ખાતે વિકસિત પ્રદર્શન અને સંમેલન કેન્દ્રને સરળ માર્ગ પૂરો પાડવાનો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.