દ્વારકાધીશ મંદિરમાં હવે શા માટે ધ્વજાજીને અડધી કાંઠીએ ચડાવાશે... જાણો કારણ - દ્વારકાધીશ મંદિરમાં ધ્વજાજી
🎬 Watch Now: Feature Video
દેવભૂમિદ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો (Rainy weather in Devbhoomidwarka district) છે. તેના કારણે તંત્રએ જિલ્લામાં આજથી (7 જુલાઈ) 9 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર (Orange Alert in Dwarka due to rain) કર્યું છે. તેવામાં દ્વારકાધીશ શિખર પર ધ્વજાજીને અડધી કાંઠીએ (Flag flying in Dwarkadhish temple) ચડાવવામાં આવી હતી. એટલે હવે જ્યાં સુધી વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અબોટી બ્રાહ્મણો દ્વારકાધીશ મંદિર શિખર પર અડધી કાંઠીએ ધ્વજા ચડાવશે. મહત્વનું છે કે, દ્વારકાધીશ શિખર પર રોજની 5 ધ્વજા ચડાવવામાં આવે છે. જોકે, છેલ્લા 5 દિવસથી ચાલતા વરસાદી માહોલને ધ્યાનમાં રાખી તંત્રએ અહીં ઓરેન્જ એલર્ટ જાહેર (Orange Alert in Dwarka due to rain) કર્યું છે.