મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોષણ ઇવેન્ટ યોજાઈ - Morbi Agricultural Science Center
🎬 Watch Now: Feature Video
મોરબીઃ ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે જાહેર કરેલો છે, જેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તારીખ 16 અને 17ના રોજ પોષણ ઈવેન્ટ ગોઠવવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના આંગણવાડીના બહેનોને અને ખેડૂત પરિવારને કિચન ગાર્ડનીંગની ટ્રેનિંગ અને બિયારણની 100 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રેખાબેન એરવાડીયા, ચેરમેન, જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ડો. હેમાંગીબેન ડી. મહેતા વિષય નિષ્ણાંતે-કિચન ગાર્ડન વિષે મહિતી આપી હતી. દિલીપભાઈ સરડવાએ પ્લાન્ટ પ્રોટેક્સન વિષે માહિતી આપી, ડો. એ. એચ. સિપાઈ સાહેબે ન્યુટ્રિશન વિષે માહિતિ આપી હતી. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઊપાધ્યાય, સી.ડી.પી.ઓ. કોમલબેન તથા આઈસીડીએસ વિભાગના સુપરવાઈઝર પણ હાજર રહેલા હતા.