શું હવે PSIની ભરતી પ્રક્રિયામાં પણ ગોટાળો....! - પીએસઆઈ ભરતીની પરીક્ષાનું પરિણામ
🎬 Watch Now: Feature Video
રાજ્ય સરકારે ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. તેમાં પોલીસ સબઈન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયા બાબતે વિસંગતતા હોવાનો આક્ષેપ (Disruption in PSI recruitment process) બિનઅનામત સંકલન સમિતિએ (Non Reserved Coordinating Committee) કર્યો હતો. ત્યારે આ સમિતિના આગેવાનોએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી. સમિતિના આગેવાન દિનેશ બાંભણિયાએ પરિણામ અંગે અનેક ગોટાળા હોવાનો આક્ષેપ (PSI Recruitment Exam Result) કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ મહિનામાં ફરી એક વાર ગૃહ રાજ્યપ્રધાન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સમિતિની બેઠક (Non Reserved Coordinating Committee) યોજાશે. જોકે, PSIની ભરતી અંગેની સમગ્ર પ્રક્રિયા અત્યારે કાર્યરત્ છે, પરંતુ કેટલાક ઉમેદવારોએ પરિણામ અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.