વરસાદે વિરામ લેતાં તંત્ર લાગ્યું કામે, ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ - સુરત જિલ્લામાં ભારે વરસાદ
🎬 Watch Now: Feature Video

સુરત જિલ્લામાં વરસાદે વિરામ લેતાં હવે તંત્ર કામે લાગી (Surat Municipal System in action) ગયું છે. અહીં ડ્રેનેજ લાઈનની સાફસફાઈ (Cleaning of drainage lines) કરવામાં આવી રહી છે. સાથે જ ખેતરોમાં પાણી બહાર કાઢવામાં આવી રહ્યા છે. અહીં ધોધમાર વરસાદના કારણે ઠેરઠેર જળબંબાકાર થયો (Heavy Rain in Surat District) હતો. આથી ઘૂટણસમા પાણી ભરાઈ જવાના કારણે ખેતરમાં જવું મુશ્કેલ બની ગયું હતું. તેમ જ ડાંગરની રોપણી પણ અટકી ગઈ હતી. આ ઉપરાંત શાકભાજીના પાકને પણ નુકસાન થઈ રહ્યું હતું. જોકે, હાલ મેઘરાજાએ વિરામ લેતા જ તંત્ર કામે લાગી ગયું હતું અને ડ્રેનેજની સાફ હાથ ધરવામાં આવતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. તો હવે ખેતરમાંથી પાણી ઓસરવા લાગ્યા છે.