ધો.12ના વિદ્યાર્થીએ બનાવ્યું મિનિ ટ્રેક્ટર, જાણો કેટલો ખર્ચો થયો અને શું છે ખાસ એમાં - પંજાબ ટ્રેકક્ટર્સ 2022
🎬 Watch Now: Feature Video
પંજાબના લોકો ખૂબ મોજીલા અને મસ્તીખોર હોય છે. પણ કેટલાય ઈનોવેટિવ આઈડિયા (Innovative Ideas in Punjab) પણ પંજાબમાં આકાર પામ્યા છે. જેને દેશના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આવો જ એક કિસ્સો પંજાબના ભટિંડાથી સામે આવ્યો છે. જેમાં ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મિનિ ટ્રેક્ટર (Mini Tractor Makes in Bathinda) બનાવ્યું હતું. આ યુવાનનું નામ ગુરવિંદરસિંહ (Gurvindersingh in Bathinda) છે. જેને નાનપણથી ટ્રેક્ટર બનાવવાનો શોખ હતો. લોકડાઉનના સમય દરમિયાન આ ટ્રેક્ટર બનાવવામાં આવ્યું હતું. જેનો કુલ ખર્ચ રૂ.40,000 થયો હતો. જ્યારે તે આ મિનિ ટ્રેક્ટર લઈને બહાર જાય છે ત્યારે લોકો એની તસવીર ખેંચે છે. દીકરાના આવા આઈડિયાના અમલીકરણથી પિતા સાધુસિંહ પણ ખુશ થયા છે. હાલમાં આ ટ્રેક્ટર એના પિતા ચલાવે છે. જેમાં ઘણી બધી સગવડતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.