કોંગો ફીવરના દર્દીની સારવાર કરનારા તબીબી સ્ટાફના રિપોર્ટ નેગેટિવ આવ્યા : નીતિન પટેલ - કોંગો ફીવર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4270570-thumbnail-3x2-okdfk.jpg)
ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર ખાતે કોંગો ફિવરના લક્ષણો સામે આવતા સરકાર એકશનમાં આવી હતી. આ અંગે માહિતી આપતા આરોગ્ય મત્રી જણાવ્યું હતું કે, જે રીતે બે કોંગો વાયરસના કેસ સામે આવ્યા છે. તેને લઈ ને તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.રાજ્યમાં આ કેસમાં વધારો થઇને કોંગો ફીવરમાં કુલ 9 જેટલા દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એ.સી.પી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નીતિન પટેલે જણાવ્યું કે, ઘૂંટણની સર્જરીમાં સરકારે આર્થિક સહાય 80,000 થી 1,30,000 કરી, સામાન્ય બીમારી હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં નહીં થાય. રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને મફતમાં પ્રાથમિક સારવાર સહિતની તમામ મોટા ઓપરેશનની આર્થિક સહાય આપવામાં આવે છે.રાજ્ય સરકારે બજેટ 2019માં જાહેરાત પણ કરી હતી કે, રિપ્લેસમેન્ટ સર્જરીમાં રાજ્ય સરકાર ૮૦ હજાર રૂપિયાની સહાય આપશે. રાજ્ય સરકારે આ સહાયમાં વધારો કરીને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય નક્કી કરવામાં આવી છે.