અમરેલી: જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીમાં હાલ ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દેશમાં ડબલ એન્જીનની સરકાર જોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની પાલિકાઓ વિકાસથી વંચિત છે. આગામી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ સજ્જ થયું છે. ભાજપની શામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવે છે.
ગેનીબેન ઠાકોરે આજે અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પિડીત બનેલી દીકરીની મુલાકાત લીધી હતી. તેમની જેની બેન ઠુંમર અને મોટી સંખ્યામાં અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેન આજ લેટર કાંડના આરોપી મહિલા પાયલ ગોટીને મળીને બહાદુર દીકરીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, પાયલ ગોટી કોઈ લોભ લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત લડી રહી છે.
![ગેનીબેન ઠાકોરે આજે લેટરકાંડમાં પિડીત બનેલી દીકરીની મુલાકાત લીધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/gj-amr-geniben-press_13022025163043_1302f_1739444443_1028.jpg)
દિયોદરના અસાણા ખાતે આપેલા નિવેદન અંગે ગેનીબેન ઠાકોરનું નિવેદન આપ્યું હતું. સમાજમાં ભાજપ દ્વારા અંદરો અંદરના જગડાઓ કરાવવામાં માને છે. ગામડાઓમાં સમાજે જાગૃત થવાની જરૂર હોવાથી સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હેતુ છે. ગુન્હાઓને કારણે પોલીસ, વકીલ, વચેટીયાઓ વચ્ચે પ્રજા પીસાઈ રહી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત તેમજ કોંગ્રેસના મોટી સંખ્યામાં અગ્રણી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગેનીબેનનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: