રાજનાથ સિંહના કાફલા સામે આવી યુવકે કહ્યું- મોદીજીને મળવું છે - Defense Minister Rajnath Singh
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: મંગળવારે સંસદ ભવન પાસેથી પસાર થતા રક્ષા પ્રધાન રાજનાથ સિંહના કાફલાની સામે અચાનક એક વ્યક્તિ આવી ગયો હતો. આ વ્યક્તિ કહેવા લાગ્યો કે, તે વડાપ્રધાન મોદીજીને મળવા માગે છે. જેના કારણે રાજનાથ સિંહનો કાફલો ઉભો રહી ગયો હતો. જો કે, ત્યા હાજર પોલીસે તેને પકડી અને તેની પૂછપરછ માટે સંસદ માર્ગના પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો.