મહીસાગરના રેવન્યુ મંડળ વર્ગ-3ના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર - news updates of mahisagar
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ લુણાવાડા જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ વર્ગ-૩ના કર્મચારીઓ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. તેમણી કુલ 17 માંગણીઓને લઈને તેમણે 16 ઓગસ્ટે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં લેખિતમાં રજૂઆત કરી હતી. તમામ માંગણીઓ સંદર્ભે સરકારે તેમને ઓગસ્ટ મહિનામાં બાહેંધરી આપી હતી. જેમાંથી એક પણ માગ સ્વીકારવામાં આવી નથી. તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં જિલ્લાના સમગ્ર મહેસુલ વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ લુણાવાડા ખાતે કલેક્ટર કચેરીએ ચોક્કસ મુદતની હડતાલ પર બેઠા છે. જ્યા સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહશે.